KKR vs RR : આજે 2 મજબુત ટીમો વચ્ચે શાનદાર મુકાબલો. કોનું પલડું ભારે તે નક્કી કરવું મુશ્કેલ  

0
110
KKR vs RR
KKR vs RR

KKR vs RR : આજે IPLમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો સામસામે ટકરાશે. બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રાજસ્થાન રોયલ્સના 6 મેચમાં 10 પોઈન્ટ છે. ત્યારે  કોલકાતા નાઈટ રાઈડર્સના 5 મેચમાં 8 પોઈન્ટ છે, પરંતુ આ ટીમનો નેટ રન રેટ શાનદાર છે. તેથી, જો શ્રેયસ અય્યરની ટીમ રાજસ્થાન રોયલ્સને હરાવવામાં સફળ થાય છે તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે.  

KKR vs RR

KKR vs RR : આ ખેલાડીઓ KKRની પ્લેઈંગ 11માં જગ્યા મેળવી શકે છે

KKR vs RR

ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર બની શકે છે. આ સિવાય અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, રમનદીપ સિંહ, રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ જેવા બેટ્સમેન હશે. જયારે  આ ટીમની બોલિંગની કમાન મિચેલ સ્ટાર્ક, વૈભવ અરોરા અને હર્ષિત રાણા સંભાળશે. તેમજ બોલિંગની જવાબદારી સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ પર પણ રહેશે.

KKR vs RR :  રાજસ્થાન રોયલ્સ આ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે

KKR vs RR

રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર હોઈ શકે છે. આ સિવાય સંજુ સેમસન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. જ્યારે બોલિંગની જવાબદારી રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેન પર રહેશે.

KKR vs RR : હેડ 2 હેડ રેકોર્ડ્સ

KKR vs RR

કોલકાતા અને રાજસ્થાન અત્યાર સુધીમાં એકબીજા સામે 28 IPL મેચ રમી ચૂક્યા છે. KKR 14 મેચ જીત્યું છે, જ્યારે RR 13 મેચ જીત્યું છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. રાજસ્થાન રોયલ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 210 રન છે અને રાજસ્થાન રોયલ્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સૌથી વધુ સ્કોર 217 રન છે.

KKR vs RR :  ઈડન ગાર્ડનમાં RR સામે KKRનો હાથ ઉપર છે

છેલ્લા કેટલાક સમયથી બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી રહી છે. બંને ટીમોએ તેમની છેલ્લી 4 મેચમાં બે-બે મેચ જીતી છે. જો કે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો ઈડન ગાર્ડન્સ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) સામે 6-3નો હેડ ટુ હેડ રેકોર્ડ છે.રાજસ્થાને કોલકાતા સામે રમાયેલી છેલ્લી પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે. IPL 2023 માં બંને વચ્ચેની છેલ્લી મેચમાં, યશસ્વી જયસ્વાલે 47 બોલમાં 98 રન બનાવીને RRને જીત અપાવી હતી. તે મેચમાં KKRનો સ્કોર 20 ઓવરમાં 149/8 હતો.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.