Glenn Maxwell  : RCB ની સતત હારની વચ્ચે વધુ એક મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ IPL માંથી બહાર

0
266
Glenn Maxwell
Glenn Maxwell

Glenn Maxwell  : સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ હાલ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. મેક્સવેલ 28 રનના ટોપ સ્કોર સાથે માત્ર એક જ વખત ડબલ ડિજીટ સ્કોરમાં આવ્યો હતો. IPL 2024 ચાલુ સીઝનમાં 3 વાર ખાતું ખોલ્યા વગર પેવેલીયન પરત ફરેલા મેક્સવેલે કહ્યું કે, તે IPLમાંથી બ્રેક લેવા ઈચ્છે છે. IPL 2024 માં ઓછા સ્કોર નોંધાવ્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ XI માં અન્ય કોઈ ખેલાડી માટે સ્વેચ્છાએ પોતાનું સ્થાન ઓફર કરવા માંગે છે.

Glenn Maxwell

Glenn Maxwell  :  મેક્સવેલે કહ્યું કે, તેણે RCB ના કેપ્ટન ડુ પ્લેસિસ અને કોચિંગ સ્ટાફનો સંપર્ક કર્યો અને તેના મન તથા શરીરને રિકવર કરવા વિરામ લેવા માટે XI માંથી પોતાને પડતો મૂકવાનો સરળ નિર્ણય જણાવ્યો હતો.

Glenn Maxwell  : IPL 2024માંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેવાનો નિર્ણય

 રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL 2024માંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ગ્લેન મેક્સવેલે આ વાતનો ખુલાસો ટીમની આ સિઝનમાં છઠ્ઠી વખત હાર મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં કર્યો હતો. મેક્સવેલ હૈદરાબાદ સામેની પ્લેઈંગ 11 નો ભાગ પણ ન હતો. તેના સ્થાને વિલ જેક્સને લેવામાં આવ્યો હતો.

Glenn Maxwell

Glenn Maxwell  :  મેક્સવેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘આ સમયે તે શારીરિક અને માનસિક રીતે સારી સ્થિતિમાં નથી. આ જ કારણ છે કે તેણે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેને સ્પષ્ટતા કરી નથી કે તે ક્યારે પરત ફરશે. છેલ્લી મેચ પછી, હું કોચ અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પાસે ગયો અને કહ્યું કે મારી જગ્યા પર કોઈ બીજાને અજમાવો. મને લાગે છે કે મારા માટે શારીરિક અને માનસિક રીતે વિરામ લેવાનો આ યોગ્ય સમય છે જેથી હું મારા શરીરને ફિટ કરી શકું. જો ટુર્નામેન્ટ દરમિયાન મારી જરૂર પડશે, તો હું વાપસી કરીશ.

Glenn Maxwell  :  મેક્સવેલે વધુમાં કહ્યું કે, પાવર પ્લે બાદ અમે ઝડપથી રન બનાવવામાં સફળ રહ્યા નથી. મને લાગે છે કે હું બેટિંગ વડે સારું યોગદાન આપી શકતો નથી અને તેના પરિણામો પોઈન્ટ ટેબલ પર દેખાઈ રહ્યા છે. મને લાગે છે કે આ યોગ્ય સમય છે કે અન્ય કોઈને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે. હું આશા રાખું છું કે કોઈ આ ક્રમમાં તેનું સ્થાન નિશ્ચિત કરે.

Glenn Maxwell

ગાવસ્કરે કહ્યું હતું કે, ‘ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ફાસ્ટ બોલિંગ નો સામનો કરવા સક્ષમ નથી. જો બોલ તેની છાતી અથવા ખભાની નજીક આવે છે, તો તે તેને ફટકારી શકતો નથી. તે કમર નીચે દરેક બોલને ફટકારી રહ્યો છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

Table of Contents