Chamkila Movie Review: નેટફ્લિક્સ ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં છે જ્યારે ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલી દ્વારા કરવામાં આવ્યું છે.
ઈમ્તિયાઝ અલીએ ફિલ્મમાં પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાનું જીવન બતાવ્યું છે. દિલજીત દોસાંઝે અમર સિંહ ચમકીલાનું પાત્ર ભજવ્યું છે. જાણો કેવી છે OTT પ્લેટફોર્મ Netflixની અમર સિંહ ચમકીલા ફિલ્મ. વાંચો મૂવી રિવ્યુ
Chamkila Movie : અમરસિંહ ચમકીલાની સ્ટોરી
સ્ટોરી પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની છે. પંજાબના મૂળ રોકસ્ટાર કહેવાતા અમર સિંહ ચમકીલાએ 20 વર્ષની ઉંમરે જ પોતાના ગીતોથી ધૂમ મચાવી દીધી હતી. માત્ર 27 વર્ષની ઉંમરે તેમની હત્યા કરવામાં આવી હતી. ફિલ્મમાં ચમકીલાના જીવનના મહત્વના તબક્કાઓ બતાવવામાં આવ્યા છે.
ઈમ્તિયાઝ અલીએ ચિત્રો અને એનિમેશન દ્વારા પણ વાર્તા બતાવી છે. આ રીતે, તેણે સ્ક્રીન પર ચમકીલાના જીવનને સુંદર રીતે રજૂ કર્યું છે. જો કે, તે ચમકીલાના જીવન વિશે કંઈપણ નવું રજૂ કરી શકતો નથી. તેણે જે પણ સ્ટોરી બતાવી છે, તેના ફેન્સ ચોક્કસપણે તે સ્ટોરી જાણતા હશે. આ પંજાબી ગાયક, તેના ગીતો અને તેના કેટલાક માઈલસ્ટોન્સને સ્ક્રીન પર જોઈને સારું લાગે છે.
અમર સિંહ ચમકીલાનું નિર્દેશન
ઈમ્તિયાઝ અલીએ ‘જબ વી મેટ’ અને ‘રોકસ્ટાર’ જેવી ફિલ્મો બનાવી છે. તેની છેલ્લી બે ફિલ્મો ‘જબ હેરી મેટ સેજલ’ અને ‘લવ આજ કલ’ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. આ વખતે તેણે OTT પર હાથ અજમાવ્યો છે. તેણે વિષયને સારી રીતે પસંદ કર્યો અને તે જમાનાના પંજાબને પડદા પર સારી રીતે રજૂ કર્યું. બને તેટલી ચમકીલા (Chamkila Movie) ની વાર્તા બતાવી. ફિલ્મની લંબાઈ થોડી ઘટાડી શકાઈ હોત. બાકી બધું સારું છે. ઇમ્તિયાઝનો આ સારો પ્રયાસ છે.
Chamkila Movie cast: અમર સિંહ ચમકીલાના પાત્ર
દિલજીત દોસાંઝે ચમકીલાનું પાત્ર ભજવ્યું છે. તે આ પાત્રમાં ઊંડા ઉતરી ગયો છે અને પાત્રની ઝીણી બારીકીથી ચામકીલાને પરદા પર રજૂ કર્યો છે. અભિવ્યક્તિ પણ મજબૂત છે. અમરજ્યોતના રોલમાં પરિણીતી ચોપરાએ તેને સારો સાથ આપ્યો છે.
અમરસિંહ ચમકીલા રિવ્યુ
જેઓ ચમકીલાના ચાહકો છે, જેમને ચમકીલાના ગીતો ગમે છે, જેઓ દિલજીત દોસાંજને શાનદાર અભિનય કરતા જોવા માંગે છે અને જેઓ પંજાબના આ ગાયક વિશે જાણવામાં રસ ધરાવે છે તેમના માટે આ એક સારી ફિલ્મ છે. જો તમે ચમકીલા વિશે કંઈક નવું જાણવાની અપેક્ષા રાખો છો, તો તમે નિરાશ થઈ શકો છો. એકંદરે આ ફિલ્મ એક વાર ચોક્કસ જોઈ શકાય છે.
- રેટિંગ: 2.5/5 સ્ટાર
- OTT: Netflix
- નિર્દેશન: ઈમ્તિયાઝ અલી
- કલાકાર: દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો