UNHAPPY LEAVE : મુડ નહિ સારું હોય તો પણ મળશે 10 દિવસની ઓફીસમાંથી રજા, જાણો કઈ કંપનીએ કરી જાહેરાત ?  

0
276
UNHAPPY LEAVE
UNHAPPY LEAVE

UNHAPPY LEAVE :  તમારા અંગત જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ ચાલી રહી હોય, તો પણ તમારે ઓફિસમાં પહોંચીને મન લગાવીને કામ કરવાનું હોય છે. એટલે કે કોઈ ઘરેલું સમસ્યા હોય, કોઈની સાથે લડાઈ હોય કે પછી દિલ પણ કેમ તૂટ્યું ન હોય, તમારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેની તમારા ઓફિસના કામ પર અસર ન થવી જોઈએ.  પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક કંપનીએ તેની પોલીસીમાં “અનહેપી લીવ” નું ઓપ્સન એડ કર્યું છે, એટલે કે જો તમારો મુડ સારો નથી તો તમે રજા લઇ શકો છો…   

UNHAPPY LEAVE

UNHAPPY LEAVE : મુડ નહિ સારું હોય તો મળશે 10 દિવસની રજા

ચાઇનામાં એક રિટેલ ઉદ્યોગપતિએ કર્મચારીઓને વધુ સારી રીતે કાર્ય જીવન સંતુલન પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે ‘અનહેપી લીવ’ શરૂ કરી છે. માર્ચના અંતમાં 2024 ચાઇના સુપરમાર્કેટ સપ્તાહ દરમિયાન, મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં રિટેલ ચેઇન પેંગ ડોંગ લાઇના સ્થાપક અને ચેરમેન યુ ડોંગલાઈએ જાહેરાત કરી હતી કે, કર્મચારીઓ ‘મૂડ બરાબર નથી’ના નામે 10 દિવસની રજા  મળશે..  

UNHAPPY LEAVE

UNHAPPY LEAVE :  તેમણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે દરેક સ્ટાફ મેમ્બરને આઝાદી મળે. દરેક વ્યક્તિ પાસે એવો સમય આવતો હોય છે, જ્યારે તેઓ ખુશ નથી હોતા, તેથી જો તમે ખુશ ન હોવ તો કામ પર ન આવો.’ યુ ઈચ્છે છે કે, કર્મચારીઓ તેમના આરામને મુક્તપણે સુનિશ્ચિત કરી શકે અને તે બધાને કામની બહાર પર્યાપ્ત આરામ મળે. તેમણે એમ પણ કહ્યું કે ‘આ રજા મેનેજમેન્ટ દ્વારા નકારી શકાય નહીં.

UNHAPPY LEAVE

UNHAPPY LEAVE :   આ જાહેરાત બાદ સોશિયલ મીડયામાં આને લઈને અનેક રીએક્સન આવી રહ્યા છે,  સોશિયલ મીડિયા પર ‘અનહેપી લીવ’ના વિચારને ઘણો ટેકો મળ્યો છે. Weibo પર એક વ્યક્તિએ કહ્યું, ‘આવા સારા બોસ અને આ કંપનીના કલ્ચરનો દેશભરમાં પ્રચાર થવો જોઈએ. બીજાએ કહ્યું, મારે આ કંપનીમાં સ્વિચ કરવું છે. મને લાગે છે કે, મને ત્યાં ખુશી અને સન્માન મળશે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો