ArvindKejiwal :  દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલને આપ્યો ઝટકો, કેજરીવાલને હજુ રહેવું પડશે જેલમાં  

0
189
ArvindKejiwal
ArvindKejiwal

ArvindKejiwal :  દિલ્હીના લિકર પૉલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે. કેજરીવાલે પોતાની અરજી દ્વારા ધરપકડ અને ઈડી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે હાઈકોર્ટ તરફથી કેજરીવાલને રાહત ન મળી. કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી છે અને તેની ધરપકડને કાયદેસર માની છે. હાલ કેજરીવાલ જેલમાં જ રહેશે. કોર્ટે કહ્યું કે, ‘આ જામીનનો મામલો નથી. ધરપકડને પડકારવામાં આવી છે. કેજરીવાલે કાવતરું ઘડ્યું હતું, તેઓ લિકર પોલિસી ઘડવામાં પણ સામેલ હતા, તેમની ધરપકડ કાયદેસર છે.

ArvindKejiwal

ArvindKejiwal : દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ-રિમાન્ડને યોગ્ય ઠેરવ્યા હતા. કોર્ટે મુખ્યમંત્રીની અરજી ફગાવી દીધી હતી. કેજરીવાલે 23 માર્ચે ધરપકડને પડકારતી અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આ અરજી એ નક્કી કરવા માટે છે કે ધરપકડ ગેરકાયદે છે કે નહીં. આ અરજી જામીન આપવા માટે નથી.

ArvindKejiwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ-રિમાન્ડ મામલે દિલ્હી હાઈકોર્ટ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ધરપકડને પડકારતી અરજી ફગાવી છે. કેજરીવાલે 23 માર્ચે ધરપકડને પડકારતી અરજી કરી હતી. આ અંગેની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી. ત્યારબાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો.

ArvindKejiwal

ArvindKejiwal : જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ ચુકાદો આપતાં કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મામલો નથી, પરંતુ ED અને તેમની વચ્ચેનો મામલો છે. એજન્સીએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. કોઈને વિશેષાધિકાર આપી શકાય નહીં. ED પાસે પૂરતા પુરાવા છે. તપાસમાં મુખ્યમંત્રીને પૂછપરછમાંથી છૂટ આપી શકાય નહીં. જજ કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.

ArvindKejiwal : દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું?

ArvindKejiwal

કોર્ટે કહ્યું કે, ‘ઈડીની દલીલ છે કે અત્યાર સુધીના પુરાવાએ જણાવે છે કે કેજરીવાલ સંયોજક છે, ગોવા ચૂંટણીમાં 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો.’ કેજરીવાલના વકીલે તેનો વિરોધ કર્યો અને તેમણે શરથ રેડ્ડી અને રાઘવ મુંગતાના નિવેદનનો ઉલ્લેખ કર્યો. હાઈકોર્ટે કહ્યું કે, સરકારી સાક્ષી બનવાનો નિર્ણય કોર્ટ કરે છે ન કે તપાસ એજન્સી નક્કી કરે છે. જો સવાલ ઉઠે છે તો પછી મેજિસ્ટ્રેટ પર સવાલ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.