GT vs PBKS : IPL 2024 ની 17મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. છેલ્લી મેચમાં હાર બાદ પંજાબ કિંગ્સ વધુ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. જયારે ગુજરાત ટાઇટન્સ ટીમ આ સમયે આત્મવિશ્વાસથી ભરેલી છે. શુભમન ગીલની આગેવાનીમાં ગુજરાતે તેની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
GT vs PBKS : મયંક યાદવની તોફાની બોલિંગ સામે પડી ભાંગેલા પંજાબના બેટિંગ ઓર્ડરને ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ધીમી પીચ પર ગુજરાત ટાઇટન્સના બોલરોના આકરા પડકારનો સામનો કરવો પડશે. પંજાબ કિંગ્સ તેમની છેલ્લી બે મેચ પ્રતિસ્પર્ધીના મેદાન પર હારી ચૂકી છે અને ટાઇટન્સ સામેની હાર તેમનો આગળનો રસ્તો મુશ્કેલ બનાવી શકે છે.
GT vs PBKS : બીજી તરફ ટાઇટન્સ છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે સાત વિકેટની સરળ જીત બાદ આત્મવિશ્વાસથી ભરપૂર છે. પંજાબ કિંગ્સની ટીમ પાસે છેલ્લી મેચમાં મયંક યાદવની ગતિનો કોઈ જવાબ ન હતો અને તેના મોટા ભાગના ટોચના ક્રમના બેટ્સમેનો વધુ રન બનાવી શક્યા નહોતા.
GT vs PBKS : ટાઇટન્સની ટીમમાં સામેલ અફઘાનિસ્તાનના ત્રીજા ખેલાડી અઝમતુલ્લા ઓમરઝાઈ પોતાની ઓલરાઉન્ડ કુશળતાથી પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધારી શકે છે. પંજાબની બોલિંગ તેની બેટિંગ કરતાં વધુ ચિંતાનો વિષય છે, ખાસ કરીને ડેથ ઓવરોમાં. એક હર્ષલ પટેલે વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં 11.41ના ઇકોનોમી રેટથી રન આપીને નિરાશ કર્યા છે. તેણે અત્યાર સુધીની ત્રણેય મેચોમાં ચાર ઓવરનો ક્વોટા પૂરો કર્યો છે.
GT vs PBKS : બોલિંગ પંજાબની મુખ્ય સમસ્યા
GT vs PBKS : રાહુલ ચહરે પણ નિરાશ કર્યો અને 11.37ના ઇકોનોમી રેટથી રન આપ્યા અને તે પોતાની ઓવરનો ક્વોટા પણ પૂરો કરી શક્યો નહીં. ભારતના ડેથ ઓવરના યોર્કર સ્પેશિયાલિસ્ટ અર્શદીપ સિંહ પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી, જેના કારણે પંજાબની મુશ્કેલીઓ વધી છે.
GT vs PBKS : ટાઇટન્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સ સામે તેમની યોજનાને ખૂબ સારી રીતે અમલમાં મૂકી હતી. બેટ્સમેનો અત્યાર સુધી સુમેળભર્યું પ્રદર્શન કરી શક્યા નથી પરંતુ બોલિંગ યુનિટે શરૂઆતની મેચમાં સ્કોરનો બચાવ કર્યો હતો અને છેલ્લી મેચમાં સનરાઇઝર્સને મોટો સ્કોર કરતા અટકાવીને તેમની કુશળતા દર્શાવી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો