China on AP : હાલમાં ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવાનો મામલો ખુબજ ચર્ચામાં ચાલી રહ્યો છે, જેના પર ભારત દ્વારા જવાબ આપવામા આવ્યો છે. ચીન દ્વારા જે 30 સ્થળોનું નામ બદલવામાં આવ્યું છે, તેમાં પર્વતો, નદીઓ, તળાવ, એક પર્વતીય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને અમુક જમીનનો સમાવેશ કરવામાં આવેલ છે. ચીને આ નામો ચીની અક્ષરોમાં લખ્યા છે.
China on AP આ ઘટનાને લઇને વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, ‘અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું અને ભવિષ્યમાં પણ રહેશે, જેના પર અન્ય કોઇનો અધિકાર નથી. નામ બદલવાથી કંઈ ફરક પડતો નથી. જેના માટે સેના એલએસી પર તૈનાત છે અને સેના જાને છે કે તેમને શું કરવાનું છે.
China on AP આ બહુચર્ચિત મામલાને લઇને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં અમુક સ્થાનોના નામ બદલવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમા તેણે સફળતા મળવાની નથી. આવા બનાવટી નામો આપવાથી આ વિસ્તારની વાસ્તવિકતા બદલાઇ જવાની નથી.
China on AP : ભારતને જલ્દી મળશે UNSCની સ્થાયી સદસ્યતા
China on AP સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાયી સદસ્યતા માટે ભારત છેલ્લાં ઘણાં સમયથી પ્રયાસ કરે છે. આ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ જણાવી દીધું કે ભારતને UNSCનું કાયમી સભ્યપદ જરુરથી મળશે. જો કે તેમણે કહ્યું કે તેના માટે વધુ મહેનત કરવાની જરુર છે. વિદેશ મંત્રીએ મંગળવારે કહ્યું કે- ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમ સભ્ય જરુરથી મળશે. દુનિયાના ઘણાં દેશો એવું માને છે કે ભારતને આ સ્થાન જરુરથી મળવું જોઈએ, પરંતુ દેશે આ વખતે વધુ મહેનત કરવી પડશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો