તાપસી પન્નુના સિક્રેટ મેરેજ બાદ વધુ એક ફિલ્મી કપલના લગ્નની ચર્ચા

0
448
Aditi Rao Hydari & Siddharth married secretly
Aditi Rao Hydari & Siddharth married secretly

Aditi Rao Hydari & Siddharth married secretly: તાપસી પન્નુના સિક્રેટ મેરેજના સમાચારો બાદ હવે વધુ એક ફિલ્મ કપલના લગ્નની ચર્ચા થઈ રહી છે. સમાચાર છે કે બોલિવૂડ સ્ટાર્સ સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંનેએ શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. હવે ચાહકો બંનેના લગ્નના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Aditi Rao Hydari & Siddharth married secretly
Aditi Rao Hydari & Siddharth married secretly

Aditi Rao Hydari & Siddharth : 27 માર્ચે લગ્નના બંધનમાં બંધાયા

સિદ્ધાર્થ અને અદિતિ લાંબા સમયથી સિક્રેટ રિલેશનશિપમાં હતા. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આજે 27 માર્ચે બંનેએ તેલંગાણા મંદિરમાં લગ્ન કર્યા હતા. જો કે, અહીં એ પણ જણાવી દઈએ કે અદિતિ કે સિદ્ધાર્થ બંનેમાંથી કોઈએ ક્યારેય આ સંબંધની પુષ્ટિ કરી નથી. કહેવાય છે કે આ સિક્રેટ મેરેજ ઉતાવળમાં થયા હતા. હવે જ્યારે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા છે.

અદિતિ અને સિદ્ધાર્થ વર્ષ 2021થી રિલેશનશીપમાં

અદિતિ અને સિદ્ધાર્થે વર્ષ 2021માં રિલીઝ થયેલી તેલુગુ તમિલ ફિલ્મ ‘મહા સમુદ્રમ’માં સાથે કામ કર્યું હતું. અદિતિ અને સિદ્ધાર્થ ઘણી ફિલ્મ ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. આટલું જ નહીં બંને વેકેશન માટે સાથે ફરતા જોવા મળ્યા છે. આ બંને સોશિયલ મીડિયાની ઘણી રીલ્સમાં પણ સાથે જોવા મળ્યા છે. આ કપલ હંમેશા તેમના ચાહકોનું ઘણું ધ્યાન ખેંચે છે.

અદિતિ અને સિદ્ધાર્થ બંને છૂટાછેડા લઈ ચૂક્યા છે

અંહી આપને જણાવી દઈએ કે અદિતિના પહેલા લગ્ન વર્ષ 2009માં સત્યદીપ મિશ્રા સાથે થયા હતા અને ત્યારબાદ બંને વર્ષ 2013માં અલગ થઈ ગયા હતા. સિદ્ધાર્થના પણ આ બીજા લગ્ન હશે. સિદ્ધાર્થના પ્રથમ લગ્ન 2003માં થયા હતા અને 2007માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો