એભા કરમુર: વધુ એક દિગ્ગજ નેતાએ ‘હાથ’નો સાથ છોડ્યો

0
187
એભા કરમુર: વધુ એક દિગ્ગજ નેતાએ 'હાથ'નો સાથ છોડ્યો
એભા કરમુર: વધુ એક દિગ્ગજ નેતાએ 'હાથ'નો સાથ છોડ્યો

દેવભૂમિ-દ્વારકા: લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. જો કે તે પહેલા જ કોંગ્રેસના હાલ દિન-પ્રતિદિન વધુ કથળી રહ્યા છે. એક તરફ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી રહ્યાં છે. બીજી તરફ એક પછી એક કદ્દાવર નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યાં છે. હવે દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.

એભા કરમુર: વધુ એક દિગ્ગજ નેતાએ 'હાથ'નો સાથ છોડ્યો
એભા કરમુર: વધુ એક દિગ્ગજ નેતાએ ‘હાથ’નો સાથ છોડ્યો

એભા કરમુર: જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત તમામ પદો પરથી રાજીનામું

દેવભૂમિ-દ્વારકા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત તમામ પદો પરથી એભા-કરમુરે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. એભા સતત પાંચ ટર્મથી ખંભાળિયા APMCના ડિરેક્ટર પદે ચૂંટાઈને આવે છે. ખંભાળિયા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમના ખૂબ જ નિકટ મનાતા એભા કરમુરે 2012ની વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન ભાજપના લોકસભા ઉમેદવાર પૂનમ માડમ સામે ચૂંટણી પણ લડી ચૂક્યાં છે.

એભા કરમુરે રાજીનામું આપતાં આગામી દિવસોમાં તેમના સમર્થકો પણ એક પછી એક રાજીનામાં આપે તેવી શક્યતા છે. આટલું જ નહીં, આગામી દિવસોમાં એભા પોતાના સમર્થકો સાથે ભાજપમાં પણ જોડાઈ શકે છે.



“કોંગ્રેસના કાર્યકરોથી મતદારોને એલર્જી”: એભા કરમુર

રાજીનામા અંગે એભા કરમુરે જણાવ્યું કે, કોંગ્રેસની પરિસ્થિતિ જોતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્ય કેડરના નેતાઓ એક પછી એક રાજીનામાં આપી રહ્યાં છે. એવું લાગે છે કે, કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર ગામડે જાય, તો તેનાથી મતદારોને એલર્જી હોય તેવું લાગે છે. આથી હું પણ કોંગ્રેસમાંથી મુક્ત થવા માંગતો હોવાથી મેં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ છે.


લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો