Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  6 દિવસના EDના રિમાન્ડ પર

0
446
Arvind Kejriwal
Arvind Kejriwal

Arvind Kejriwal  :   રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. જોકે, EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે તેને 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે કેજરીવાલને 28 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટમાં હાજર કરવામાં આવશે. મતલબ કે કેજરીવાલ હોળી જેલમાં જ મનાવશે. કોર્ટના નિર્ણય પહેલા બંને પક્ષે કોર્ટમાં દલીલો કરી હતી. કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. એવો સવાલ પણ ઉઠાવ્યો કે જ્યારે ED પાસે બધું જ છે તો પછી ધરપકડ શા માટે કરવામાં આવી.  

Arvind Kejriwal

Arvind Kejriwal : લિકર પોલિસી કૌભાંડના મુખ્ય કાવતરાખોર કેજરીવાલ : ED

 EDએ રિમાન્ડ કોપીમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની લિકર પોલિસીની રચના, અમલીકરણ અને ગુનાની કાર્યવાહીના ઉપયોગમાં અનિયમિતતામાં ભૂમિકા છે. EDએ કહ્યું કે સીએમ કેજરીવાલ દિલ્હી સરકારના મંત્રીઓ, AAP નેતાઓ અને અન્ય વ્યક્તિઓ સાથે મળીને દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મુખ્ય કાવતરાખોર છે.

Arvind Kejriwal  : તપાસ એજન્સીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે લિકર પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા અને આ પોલિસીમાં લાભ આપવાના બદલામાં તેણે દારૂના ધંધાર્થીઓ પાસેથી લાંચ લીધી હતી. રિમાન્ડ નોટમાં EDએ લખ્યું છે કે લિકર પોલિસી બનાવવામાં કેજરીવાલની મહત્વની ભૂમિકા છે. બદલામાં જે પૈસા આવ્યા તે ગોવાની ચૂંટણીમાં રોક્યા હતા.  

Arvind Kejriwal  : EDએ કહ્યું કે વિજય નાયર અને મનીષ સિસોદિયા સાથે મળીને સાઉથ લોબીમાંથી પૈસા લેવામાં આવ્યા હતા. EDએ તેની રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે દારૂની નીતિ વિજય નાયર, મનીષ સિસોદિયા, સાઉથ ગ્રૂપના સભ્યો અને અન્યોની મિલીભગતથી સાઉથ ગ્રૂપને મળતા લાભોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો