Haryana Political Crisis :  હરિયાણામાં પોલિટીકલ ડ્રામા, ગઠબંધન તૂટતા મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું, ફરીવાર સરકાર બનાવવા હાથ ધરી કવાયત    

0
186
Haryana Political Crisis
Haryana Political Crisis

Haryana Political Crisis: હરિયાણામાં મુખ્યમંત્રી મનોહર લાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે હરિયાણામાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. મનોહર લાલ ખટ્ટર સિવાય સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. સીએમ મનોહર લાલ ખટ્ટરે મંગળવારે સવારે 11 વાગે બીજેપી વિધાયક દળ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ હરિયાણાના રાજ્યપાલને મળવા માટે રવાના થયા હતા. સીએમની કારમાં ગૃહમંત્રી પણ હાજર હતા. આ ઉપરાંત મંત્રી રાજ્યપાલને મળવા પણ ગયા હતા. 

મનોહર લાલ હરિયાણાના સીએમ આવાસ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાક અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી અને પછી મનોહર લાલ રાજભવન જવા રવાના થયા. અહીં મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રીની કારમાં અનિલ વિજ પણ હાજર હતા. વિજના ચહેરા પર સ્મિત હતું. આવી સ્થિતિમાં વિજ હરિયાણાના નવા સીએમની રેસમાં વીજ પણ હોઇ શકે છે. સીએમ સિવાય અન્ય તમામ મંત્રીઓ પણ પોતપોતાના વાહનોમાં રાજભવન પહોંચ્યા હતા.

Haryana Political Crisis  | નાયબસિંહ સૈની બની શકે છે મુખ્યમંત્રી

Haryana Political Crisis


મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ હવે નાયબસિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી બની શકે છે. નાયબસિંહ સૈની ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કુરુક્ષેત્રના સાંસદ છે. નવી સરકાર આજે જ શપથ લઈ શકે છે.મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ હવે નાયબસિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી બની શકે છે. નાયબસિંહ સૈની ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કુરુક્ષેત્રના સાંસદ છે. નવી સરકાર આજે જ શપથ લઈ શકે છે.

Haryana Political Crisis  | દુષ્યંત ચૌટાલાને મોટો ઝટકો

Haryana Political Crisis


રાજકીય ગરમાવો વચ્ચે દુષ્યંત ચૌટાલાએ પણ બેઠક બોલાવી છે. જેજેપી પાસે 10 ધારાસભ્યો છે. આમાંથી ત્રણ ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા ન હતા. દેવેન્દ્ર બબલી, રામ નિવાસ અને રામ કુમાર ગૌતમ બેઠકમાં પહોંચ્યા ન હતા. 

Haryana Political Crisis  | અપક્ષ ધારાસભ્યો બીજેપીની સાથે 

Haryana Political Crisis


હરિયાણાના સિરસાના ધારાસભ્ય અને લોકહિત પાર્ટીના અધ્યક્ષ ગોપાલ કાંડાએ કહ્યું કે હું માનું છું કે આ ગઠબંધન (ભાજપ અને જેજેપી) તૂટી ગયું છે. જેજેપી વિના પણ હરિયાણામાં સરકાર રહેશે. તમામ અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

Haryana Political Crisis  |  ખટ્ટર લડી શકે છે લોકસભા ચૂંટણી – સુત્ર 

મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ છે, તો બીજી ચર્ચા એવી પણ છે કે તેઓ હવે કરનાલથી લોકસભા ચૂંટણી લડી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો