flight accident live video : વિચારો કે તમે વિમાનમાં હો, તમારું વિમાન ટેકઓફ થઇ ગયું હોય અને તમને ખબર પડે કે વિમાનનું લેન્ડીંગ કરવાનું ટાયર હવામાં હતા ત્યારે જ નીકળી ગયું છે, તો કેવો ડર લાગી જાય ? હવે વિમાન કેવી રીતે લેન્ડીંગ કરશે એ સવાલ ડરાવી દે તેવો છે. આવી જ એક ઘટના સાન ફ્રાન્સીસ્કોના વિમાનમાં બની હતી, જેનો લાઇવ વિડીઓ પણ સામે આવ્યો છે.
flight accident live video : સાન ફ્રાંસિસ્કોથી જાપાન જઈ રહેલું યુનાઈટેડ એરલાઈન્સના એક વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. એવું એટલા માટે કેમકે સાન ફ્રાંસિસ્કોમાં ટેકઓફ દરમિયાન આ પ્લેનનું ટાયર નીકળી ગયું હતું. મળતી માહિતી મુજબ આ વિમાનમાં 235 યાત્રિકો અને 14 ક્રૂ મેમ્બર સવાર હતા.
flight accident live video : પ્લેનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો
પ્લેનના છ માંથી જમણી બાજુ આવેલા મેન લેન્ડિંગ ગિયર એસેમ્બલી પર એક ટાયર નીકળી ગયું હતું. આ પ્લેનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટેકઓફની કેટલીક સેકન્ડ બાદ જ ટાયર પડતું જોઈ શકાય છે.
flight accident live video : પ્લેનમાંથી પડ્યા બાદ આ ટાયર સાન ફ્રાંસિસ્કો ઈન્ટરનેશનલના એમ્પ્લોઈ પાર્કિગમાં પડ્યું હતું. આ ટાયર એક કાર પર પડ્યું જેના કારણે કારનો પાછળનો ભાગ ચકનાચૂર થઈ ગયો. જે બાદ આ ટાયર એક દીવાલ તોડીને અટક્યું હતું. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું હોવાના સમાચાર નથી. આ ઘટનાને લઈને એરલાઈન્સ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું કે- વર્ષ 2002માં બનેલા આ પ્લેનને એવી રીતે તૈયાર કરાયું હતું કે ટાયરને નુકસાન થાય કે આ રીતે તૂટી પડે તો પણ સેફ લેન્ડિંગ શક્ય છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો