Anant Ambani’s Vantara: ‘વનતારા પ્રોજેક્ટ’ના ફોટો જોઇને તમે પણ અંબાણીના વખાણ કરતા નહીં થાકો, પ્રાણીઓ સાથે અનંત પ્રેમ

0
816
Anant Ambani's Vantara Photos
Anant Ambani's Vantara Photos

Anant Ambani’s Vantara Photos:   રિલાયન્સ ફાઉન્ડેશન બોર્ડના ડાયરેક્ટર   અનંત અંબાણીની લીડરશીપમાં ગુજરાતના જામનગરમાં વનતારા નામની પહેલ શરૂ કરવામાં આવી છે. જામનગર સ્થિત રિફાઈનરી કોમ્પ્લેક્સની અંદર 3000 એકરમાં ફેલાયેલ ગ્રીન બેલ્ડ બનાવવામાં આવ્યું છે.

Anant Ambani's Vantara Photos

Anant Ambani’s Vantara Photos  : છેલ્લા કેટલાક વર્ષોમાં ‘વનતારા’ હેઠળ 200થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપને અસુરક્ષિત સ્થિતિઓમાંથી બચાવવામાં આવ્યા છે.

Anant Ambanis Vantara Photos 2

આ કેન્દ્રમાં હાથીઓ માટે અત્યાધુનિક આશ્રયસ્થાનો, વૈજ્ઞાનિક રીતે ડિઝાઈન કરેલ ડે-નાઈટ એન્ક્લોઝર, હાઈડ્રોથેરાપી પૂલ, તળાવો અને હાથીઓમાં સંધિવાની સારવાર માટે મોટું હાથી જેકુઝી જેવી સુવિધાઓ બનાવવામાં આવી છે.

Anant Ambani's Vantara Photos

Anant Ambani’s Vantara Photos  : આ કાર્યક્રમ હેઠળ ગેંડા, દીપડા અને મગરોના પુનર્વસન માટે પણ પહેલ કરાઈ છે. અહીં તમિલનાડુમાં ભીડભાડવાળી સુવિધાથી 1000થી વધુ મગરોને રાખવામાં આવ્યા છે.

6 37

જે જંગલી પ્રાણીઓ અગાઉ સર્કસ અથવા પ્રાણી સંગ્રહાલયમાં હતા. તેમના માટે વનતારામાં 650 એકરમાં બચાવ અને પુનર્વસન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

Anant Ambani's Vantara Photos

આ કેન્દ્રમાં ભારત અને વિશ્વભરના ભયંકર અને ખતરનાક વાતાવરણમાંથી બચાવીને લાવવામાં આવેલ પ્રાણીઓની આશ્રય અને કેર રાખવામાં આવે છે.હાલ વનતારા બચાવ અને પુનર્વસન કેન્દ્રમાં કુલ 2,100થી વધુ કર્મચારીઓ તૈનાત છે.

Anant Ambanis Vantara Photos ૩

અહીં ભારતમાંથી લગભગ 200 દીપડાઓ લાવવામાં આવ્યા છે, જેઓ માર્ગ અકસ્માતન અથવા માણસો સાથેના સંઘર્ષમાં ઈજાગ્રસ્ત થયા હતા.

Anant Ambani’s Vantara Photos  : શું છે આ વનતારા રેસ્ક્યુ સેન્ટર ? 


અનંત અંબાણીએ જંગલી પ્રાણીઓ માટે સ્થાપિત વનતારા વિશે જણાવ્યું કે જે વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર છે.

Anant Ambanis Vantara Photos 4

વન્યજીવોના સંરક્ષણ વિશે વાત કરતાં અનંત અંબાણીએ કહ્યું, આ મારો પેશન છે. અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે. પ્રાણીઓની સેવા કરવાનો આ પાઠ મને મારી માતા પાસેથી મળ્યો છે.

Anant Ambani’s Vantara Photos  : કેવી રીતે કામ કરે છે પ્રોજેક્ટ વનતારા

Anant Ambani's Vantara Photos

વનતારા પ્રોજેક્ટ 3000 એકરમાં ફેલાયેલો છે જેમાં 650 એકરથી વધુની જમીન પર રેસ્ક્યુ અને પુનર્વસન સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં વિશ્વભરથી બીમાર, ઈજાગ્રસ્ત અને સંકટ સામે ઝઝૂમી રહેલા પ્રાણીઓને લાવવામાં આવે છે.

Anant Ambanis Vantara Photos 5

આ સેન્ટરમાં લગભગ 2000 થી વધુ  લોકો કામ કરે છે. અહીં અત્યાર સુધીમાં 300થી વધુ હાથી, 200 જેટલા દીપડા, 1000થી વધુ મગરને બચાવવામાં આવ્યા છે. માત્ર ભારત જ નહીં, અહીં આફ્રિકા, સ્લોવાકિયા, મેક્સિકો સહિત વિશ્વના ખૂણે-ખૂણાથી જાનવરોને બચાવવા લાવવામાં આવી રહ્યા છે.

Anant Ambani's Vantara Photos

આ સેન્ટરમાં 1 લાખ વર્ગફૂટમાં હોસ્પિટલ અને મેડીકલ સેન્ટર છે. અહીં હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર આઈસીયુ, MRI, સીટીસ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ કેર, લિથોટ્રીપ્સી, ડાયાલીસીસ જેવી આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ માટેના તમામ આધુનિક સાધનો ઉપલબ્ધ છે.

Anant Ambanis Vantara Photos 7

આટલું જ નહીં, અહીં સર્જરી અને બ્લડ પ્લાઝમાને અલગ કરવા માટે વપરાતી ઓઆર ટેકનીક માટે પણ અહીં મશીનો છે.

Anant Ambani's Vantara Photos

આ સેન્ટરમાં દેશ વિદેશના 43થી વધુ પ્રજાતિના 2000થી વધુ જાનવરોને રેસ્ક્યુ અને પુનર્વસન કરાવવામાં આવ્યા છે. આ સેન્ટરમાં ભારત સહિત વિશ્વમાં 7 એવી પ્રજાતિનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે કે લૂપ્ત થવાના આરે છે.

Anant Ambanis Vantara Photos

વનતારામાં આજે સિંહ, વાઘ, દીપડા, મગર જેવા માંસાહારી તેમજ હાથી, હરણ તેમજ 1200થી વધુ સરીસૃપ પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

અર્જુને પોસ્ટ શેર કરીને ટીમને અભિનંદન પાઠવ્યા

આ પગલા માટે રિલાયન્સ ફાઉન્ડેશનની પ્રશંસા કરતા અર્જુને કહ્યું, ‘વંતારા ખાતે સમગ્ર અંબાણી પરિવાર અને તેમની ટીમ પ્રાણી કલ્યાણની દુનિયામાં મોટો ફેરફાર કરી રહી છે. ટારઝનની વાર્તા વંતારાની આધુનિક ટેક્નોલોજી અને કાળજી સાથેના કામનું ઉદાહરણ છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे