Nifty At Alltime High : NSE નિફ્ટીએ સ્થાનિક શેરબજારમાં નવા ઓલ-ટાઇમ લેવલ પર પહોંચી નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આજના ટ્રેડિંગમાં એનએસઈ નિફ્ટીએ 22,157.90ની નવી ઓલ-ટાઇમ હાઈ લેવલ નોંધાવી છે અને પ્રથમવાર 22,150ની સપાટી પાર કરી લીધી છે. એનએસઈની સત્તાવાર વેબસાઈટ પરના ડેટા મુજબ આ ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યા બાદ શેરબજારનું માર્કેટ કેપિટલાઈઝેશન 386.30 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
Nifty At Alltime High : નિફ્ટીમાં આજનો કારોબાર
આજે સવારે નિફ્ટી 22,103.45 પર ખુલ્યો હતો. દિવસભરના કારોબાર દરમિયાન નીચે 22,021.05ની સપાટી પર જઈને આવ્યા બાદ ઊંચે 22,186.65ની સપાટી પર જોવા મળ્યો હતો. ત્યારબાદ કારોબારના અંતે 22,122.25 પર બંધ થયો હતો.
સવારે શેરબજાર શ્રેષ્ઠ શરૂઆત સાથે લીલા નિશાન પર ખુલ્યું હતું, પરંતુ અડધા કલાકની અંદર સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર આવી ગયું હતું. ત્યારબાદ માર્કેટમાં ફરી વધારો થયો અને માર્કેટ ખુલ્યાના બે કલાકમાં નિફ્ટીએ ઈતિહાસ નવા ઓલ-ટાઇમ લેવલ પર પહોંચી ગયો છે.
Nifty At Alltime High : નિફ્ટીમાં વધારો થવા પાછળનું કારણ
Nifty At Alltime High : આજના ટ્રેડિંગ સેસશનની સમાપ્તી બાદ બેંક નિફ્ટી 0.32 ટકા એટલે કે 150.65 વધારા સાથે 46,535.50 પર બંધ થયું હતું. આજે બેંક નિફ્ટીના કારોબારમાં સૌથી નીચી સપાટી 46,317.70 અને સૌથી ઊંચી સપાટી 46,717.40 પર જોવા મળી હતી.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 280 પોઈન્ટના ઉછાળા સાથે 72,693 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.34 ટકાના વધારા સાથે 22,116 પર બંધ થયો.
આજના ટ્રેડિંગ દરમિયાન ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, ભારતી એરટેલ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. તે જ સમયે, કોલ ઈન્ડિયા, એલએન્ડટી, એસબીઆઈ લાઈફ, વીપ્રોએ ઘટાડા સાથે વેપાર કર્યો છે. કેપિટલ ગુડ્સ, રિયલ્ટી સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો એફએમસીજી અને પાવર 1 ટકાના વધારા સાથે લીલા રંગમાં બંધ થયા છે. આજના ટ્રેડિંગ દરમિયાન HDFC બેન્ક, NHPC, RVNL સૌથી વધુ સક્રિય શેરોમાં હતા.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे