HomeFinanceHDFC FD: બેંકે જમાકર્તાઓને આપી ભેંટ, ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો...

HDFC FD: બેંકે જમાકર્તાઓને આપી ભેંટ, ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો

HDFC FD: તમે અહીં વધેલા દરોની સંપૂર્ણ સૂચિ જોઈ શકો છો.આજથી લાગુ પણ થઈ ગયા

HDFC બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે કારણ કે બેંકે તેની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નવા વધેલા દરો આજથી લાગુ પણ થઈ ગયા છે. આ અંતર્ગત HDFC બેંકમાં FD કરનારા ગ્રાહકોને 7.75 ટકા સુધીના ઉત્તમ વ્યાજ દરની ભેટ મળી છે.

બેંકે રૂપિયા 2 કરોડથી ઓછી FD પર વ્યાજ વધાર્યું

HDFC બેંક એવા ગ્રાહકોને વ્યાજ દરમાં વધારો કર્યો છે જેઓ રૂ. 2 કરોડથી ઓછીની FD કરી રહ્યા છે. HDFC બેંકે તેના FD દરમાં 0.25 ટકા અથવા 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ નવા દરો આજથી એટલે કે 9 ફેબ્રુઆરી 2024થી લાગુ થઈ ગયા છે અને HDFC બેંકે તેની વેબસાઈટ પર આ માહિતી પોસ્ટ કરી છે.

HDFC FD:જાણો કઈ મુદત પર જમાકર્તાઓને મહત્તમ વ્યાજ મળી રહ્યું છે

સામાન્ય રોકાણકારોને 18 મહિનાથી 21 મહિના સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 7.25 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ જ સમયગાળા માટે સિનિયર સિટીઝન્સને 7.75 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ, 1 દિવસથી 10 વર્ષ સુધીની FD પર પણ મહત્તમ વ્યાજ

5 વર્ષ, 1 દિવસથી 10 વર્ષ સુધીની FD પર, સામાન્ય રોકાણકારોને મહત્તમ 7 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે અને વરિષ્ઠ નાગરિકોને તે જ સમયગાળા માટે 7.75 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

HDFC 1

ડિપોઝિટર્સ  7 દિવસથી 10 વર્ષ સુધીની FD મેળવી શકે છે

બેંકની વેબસાઈટ મુજબ, ડિપોઝિટર્સ આ બેંકમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે અલગ-અલગ વ્યાજ દરે નાણાં જમા કરે છે. HDFC બેંક 7 દિવસથી 10 વર્ષની FD પર 3.5 ટકાથી 7.75 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. બેંકે 18 મહિનાથી 21 મહિનાથી ઓછા સમયગાળાની FD પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તેને 7 ટકાથી વધારીને 7.25 ટકા (સામાન્ય રોકાણકારો માટે) કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments