મધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં Blast, 12 લોકોના મોત, હજુ મૃતાંક વધે તેવી શક્યતા   

0
268
Blast:
Blast:

Blast: મધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે.  ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Blast:

Blast: માહિતી અનુસાર ફેક્ટરીની બહાર શબ વિખેરાયેલા જોવા મળી રહ્યા છે. મૃતકાંક વધી શકે છે. ઘાયલોની સંખ્યા પણ 50ને વટાવી ગઈ હોવાની માહિતી મુખ્યમંત્રી મોહન યાદવે આપી હતી.   તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવવો એ અમારી પ્રાથમિકતા છે. આ ઘટના વિશે વિગતવાર માહિતી કેન્દ્ર સરકારને આપી દેવામાં આવી છે.  તેમણે કહ્યું કે ઘાયલોને મફત સારવાર આપવાનો નિર્ણય લેવાયો છે. 

Blast: મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવની ઈમરજન્સી બેઠક

Blast: મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવની ઈમરજન્સી બેઠક મળી હતી. રેસ્ક્યૂ ઓપરેશન માટે સેનાને બોલાવવામાં આવી છે. લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશના મંત્રી ઉદય પ્રતાપ સિંહે ફટાકડાની ફેક્ટરીનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.

Blast:

Blast: : આ ફેક્ટરી મગરધા રોડ પર બૈરાગઢ ગામમાં છે. મંગળવારે સવારે ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું શહેર ધ્રૂજી ઊઠ્યું. ફટાકડા ફોડવા માટે રાખવામાં આવેલ ગનપાઉડરના સંપર્કમાં આવતાં આગએ ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે.

માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. હરદા, બેતુલ, ખંડવા અને નર્મદાપુરમથી એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા છે. કલેક્ટર ઋષિ ગર્ગ, એસપી સંજીવ કુમાર કંચન સહિત સમગ્ર વહીવટીતંત્ર સ્થળ પર હાજર હતું.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने