બિહારમાં JDU-BJP ની સરકાર બનવાનું નક્કી, કાલે થશે શપથવિધિ  

0
317
JDU-BJP
JDU-BJP

બિહારમાં નીતીશ-લાલુ (JDU-BJP) ગઠબંધન તૂટી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ રવિવારે સવારે 10 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે. આ સાથે તેઓ નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરશે. કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતીશ આવતીકાલે જ રાજ્યપાલને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવા માટે પણ કહેશે.

JDU-BJP

બિહારમાં હાલ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આવા જ સંકેતો મળી રહ્યા છે. શુક્રવારે રાત સુધી દિલ્હીથી પટના સુધી બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો. લાલુ-તેજસ્વીએ રાબડીના નિવાસસ્થાને આરજેડી ક્વોટાના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેજસ્વીએ કહ્યું હતું કે તે ‘સત્તા ઉથલાવવી એટલી સરળ નથી’. ​​​​​આટલી સરળતાથી ફરી તાજપોશી થવા દેવામાં આવશે નહીં.

JDU-BJP : આજ રાત સુધીમાં નીતીશને મળશે ભાજપનું સમર્થન પત્ર

JDU-BJP

JDU-BJP : નીતીશ કુમારને આજે રાત સુધીમાં ભાજપનું સમર્થન પત્ર મળી જશે. ભાજપ પોતાના ધારાસભ્યોએ હસ્તાક્ષર કરેલો પત્ર નીતીશ કુમારને સોંપી દેશે. આવતીકાલે રાજ્યપાલની સામે ભાજપના વિધાનસભા નેતા અને પક્ષ અધ્યક્ષ પણ નીતીશ કુમાર સાથે હાજર રહેશે. સરકાર બનાવવાની ફોર્મ્યુલા 2020 વાળી જ રહેશે, (JDU-BJP)જેમાં સ્પીકરનું પદ ભાજપની પાસે રહેશે અને બે નાયબ મુખ્યમંત્રી પણ ભાજપના જ રહેશે.

બિહારમાં લાલુની આરજેડી અને નીતીશની જેડીયુનું ગઠબંધન તૂટવાના કગાર પર છે. શનિવારે નીતીશ કુમારે આરજેડી ક્વોટાના મંત્રીઓના કામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પછી રાજ્યની કૃષિ મંત્રી કુમાર સર્વજીતે તેમની સરકારી ગાડી પરત કરી દીધી છે.

JDU-BJP

દરમિયાન દિલ્હીથી પટના પહોંચેલા ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિંહે કહ્યું છે કે દુનિયાએ મોદીનું સુશાસન જોયું છે. હવે બિહારના લોકો પણ મોદીનું સુશાસન જોવા માંગે છે. જ્યારે કોંગ્રેસે બિહારની સ્થિતિ પર નજર રાખવા માટે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે.

તમે આ પણ વાંચી શકો છો

પશ્ચિમ બંગાળ: નકલી જાતિ પ્રમાણપત્ર કૌભાંડ કેસ, SCએ HCની સુનાવણી પર રોક લગાવી