Spotify : જો અત્યારે હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય ગાયકોની વાત કરીએ તો અરિજીત સિંહનું નામ સૌથી ઉપર હશે. સુરીલા અવાજના ધણી અરિજિતના ગીતોનો ક્રેઝ ચાહકોમાં ઘણો વધારે છે અને ગાયક માટે ચાહકોનો એવો જ ક્રેઝ ઓનલાઈન મ્યુઝિક એપ Spotify પર જોવા મળે છે. ઓનલાઈન મ્યુઝિક એપ Spotify પર અરિજિત સિંહના ગીતોનો જાદુ એટલો ફેલાઈ ગયો છે કે ગાયક 100 મિલિયન સબસ્ક્રાઈબર્સના આંકડાને સ્પર્શી ગયો છે. આ મામલે અરિજિતે ટેલર સ્વિફ્ટ જેવી ઘણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓને પાછળ છોડી દીધી છે.

ગાયક તરીકે અરિજીત સિંહે આ મ્યુઝિક એપ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. આ બાબતમાં તે ઘણા દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ગાયકોથી આગળ છે. મ્યુઝિક એપના લેટેસ્ટ ગ્લોબલ રેન્કિંગના આધારે લેટેસ્ટ માહિતી સામે આવી છે કે અરિજીત સિંહે Spotify પર 100 મિલિયન સબસ્ક્રાઈબર્સ પૂરા કર્યા છે. આ સાથે અરિજિત આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ગાયક બની ગયો છે.

લાંબા સમય સુધી અરિજિત ઑનલાઇન મ્યુઝિક એપ પર નંબર-1 ભારતીય કલાકાર તરીકે રહ્યો, પરંતુ હવે તેણે 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો છે. Spotify પર જો કોઈ ગાયકના સૌથી વધુ ફોલોઅર્સ હોય તો તે બ્રિટિશ સંગીતકાર-ગાયક એડ શીરાન છે. આવી સ્થિતિમાં અરિજિતે ખરેખર એક ભારતીય ગાયક તરીકે મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
Spotify : આ આંતરરાષ્ટ્રીય ગાયકોમાં અરિજિત આગળ છે

Spotify મ્યુઝિક એપ પર 100 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ પૂરા થવા સાથે, અરિજીત સિંહે ઘણા આંતરરાષ્ટ્રીય ગાયકોને પાછળ છોડી દીધા છે. જેમાં ટેલર સ્વિફ્ટ, એરેના ગ્રાન્ડે, બિલી એલિસ અને ડ્રેક જેવા દિગ્ગજ સિંગરના નામ સામેલ છે.જો કે, અરિજિત છેલ્લા એક વર્ષથી આ તમામ ગાયકોથી આગળ હતો અને હવે તેણે તેની લીડ વધુ વધારી છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે અરિજીતના જાદુઈ અવાજના દરેક લોકો દિવાના છે.
તમે આ પણ વાંચી શકો છો
ભારતમાં વધ્યા Credit Card ધારકો, 10 કરોડ લોકો ઉપયોગ કરે છે Credit Card