DHONI : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના બે ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર અને તેની પત્ની સૌમ્યા દાસે આ કેસ દાખલ કર્યો છે. તેની સુનાવણી આવતીકાલે 18 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
DHONI : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેમની પત્ની સૌમ્યા દાસ દ્વારા મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી આગામી 18 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે, આ પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના બે જૂના બિઝનેસ પાર્ટનર (મિહિર દિવાકર અને સૌમ્યા દાસ) સામે છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ધોનીએ રાંચીની સિવિલ કોર્ટમાં અર્કા સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ એન્ડ મેનેજમેન્ટના મિહિર દિવાકર અને સૌમ્યા દાસ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં તેઓએ 15 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
MS DHONI વિરૂદ્ધ માનહાનિનો કેસ
મિહિરે કહ્યુ કે તેના વિરૂદ્ધ દાખલ થયેલ મામલામાં કોર્ટ કોઇ ચોક્કસ નિષ્કર્ષ આપી શકતી કે તે પહેલા ધોનીના વકીલ દયાનંદ શર્માએ 6 જાન્યુઆરી 2024ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી તેના વિરૂદ્ધ આરોપ લગાવ્યો. મિહિર અને સૌમ્યાનું કહેવુ છે કે આ આરોપોને મીડિયાએ વધારે બતાવ્યા અને તેના કારણે તેની છવિ ખરાબ થઇ. તેણે માનહાનિનો કેસ કરતા માગ કરી છે કે તેની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાથી રોકવામાં આવે.
આક્ષેપો ન કરવા જણાવ્યું
માનહાનિની અરજીમાં માગણી કરવામાં આવી છે કે DHONI અને તેના લોકોને દિવાકર અને સૌમ્ય દાસ વિરુદ્ધ આવા આક્ષેપો કરતા નિવેદનો કરવાથી રોકવામાં આવે. આ ઉપરાંત પિટિશનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, ગૂગલ, યુટ્યુબ, મેટા અને કેટલાક ન્યૂઝ પ્લેટફોર્મને આવા સમાચાર પ્રસારિત કરવાથી રોકવાની માંગ કરવામાં આવી છે. અરજદાર દિવાકર આ પહેલા અંડર-19 વર્લ્ડ કપ 2000માં ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ પહેલા DHONI એ અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સામે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. ધોનીએ મિહિર દિવાકર અને સૌમ્યા દાસ સામે રાંચી કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. જેમાં તેઓએ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીની ઉલ્લેખ કર્યો હતો. આરોપ છે કે મહેન્દ્રસિંહ ધોની અને અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વચ્ચે 2017માં એક કરાર કરાયો હતો, આ કરાર ભારતમાં અને વિદેશમાં ક્રિકેટ એકેડમી ખોલવાને લઈને કરાયો હતો. એવો આરોપ છે કે મિહિર દિવાકરે કરારમાં જણાવવામાં આવેલી શરતોનું પાલન કર્યું નથી. કરાર હેઠળ અર્કા સ્પોર્ટ્સે ફ્રેન્ચાઈઝીની ફી અને ફ્રોફિટ શેર કરવાનું હતું. કરાર બાદ પણ નિયમો અને શરતોનું પાલન કરવામાં આવ્યું નથી.
તમે આ પણ વાંચી શકો છો
Ms dhoni : ધોનીના દોસ્તે જ આપ્યો દગો, ધોનીને 15 કરોડનો લગાવ્યો ચૂનો, આખરે ધોનીએ નોંધાવી ફરિયાદ