Uttrayan wind : ઉત્તરાયણને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ચાલુ વર્ષે વાતાવરણે એવી સમસ્યા ઉભી કરી છે કે ખબર જ નથી પડતી કે માવઠું ક્યારે આવશે અને ઠંડી ક્યારે પડશે, જોકે ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે એક સારા સામચાર સામે આવ્યા છે, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે તેવી આગાહી કરી છે. આ સાથે ઉત્તરાયણના દિવસે ઠંડી પણ મધ્યમ રહેશે તેમ જણાવ્યું હતું.
Uttrayan wind : ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. ત્યારે આ ઉત્તરાયણે કેવો પવન રહેશે તેને લઈને પતંગ રસિકોમાં ચિંતા જોવા મળી રહી છે, તો આ પતંગ રસિકો માટે એક સારા સમાચાર vr live લઈને આવ્યું છે, ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. ઉત્તરાયણમાં દિવસભર એવરેજ પવનની સ્પીડ 8 થી 10 કિમી પ્રતિકલાક રહેશે, જે પતંગ ચગાવવા માટે ઉત્તમ પવન કહેવાય.
Uttrayan wind : આ વર્ષે ઉત્તરાયણ ઉપર અનુકુળ વાતાવરણ રહેવાનું છે, ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હિંદ મહાસાગર નજીક દક્ષિણપૂર્વમાં અપર એર સાક્લોનિક સકર્યુલેશન સક્રિય થયું છે. જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી છે.
Uttrayan wind : 15મી જાન્યુઆરીના દિવસે પવન કેવો રહેશે?
એક દિવસના તહેવારમાં ગુજરાતીઓ કદી સંતુષ્ઠ થતા નથી માટે ઉત્તરાયણ બાદ વાસી ઉત્તરાયણ પણ માનવતા હોય છે, આપણે ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેની વાત કરી પરંતુ હવે કેટલાય લોકોનો સવાલ હશે કે વાસી ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે ?, વાસી ઉત્તરાયણ તા. 15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. લગભગ સવારથી બપોરના સુધી પવન રહેશે. ત્યાર બાદ સાંજે પવન ધીમો પડશે. રાતે પવનની ગતિ ફરી વધશે.
Uttrayan wind : રાજ્યમાં ઠંડીનો ચમકારો ક્યારે જોવા મળશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને પણ આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે.
તમે આ પણ વાંચી શકો છો
Swachh Survekshan 2023 : સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર, મળ્યો એવોર્ડ