Swachh Survekshan 2023 : સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર, મળ્યો એવોર્ડ

0
630
Swachh Survekshan 2023
Swachh Survekshan 2023

Swachh Survekshan 2023: ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઈન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ શહેર સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સ્વચ્છતાના ક્રમે સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છે. સ્વચ્છતા કર્મીઓને પાલિકાના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયરે એવૉર્ડ મેળવ્યો હતો.

CLEAN CITY AWORD

Swachh Survekshan 2023 : કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2023 માં બે શહેરોને સંયુક્ત રીતે ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે, આવું પહેલી વાર બન્યું છે કે બે શહેરોને એક સ્થાને રાખવામાં આવ્યા હોય. આ સાથે મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢનો નંબર આવે છે.

Swachh Survekshan 2023 : મધ્યપ્રદેશના છ શહેરો ઈન્દોર, ભોપાલ, મહુ કેન્ટ, બુધની, અમરકંટક, નૌરોજાબાદને સ્વચ્છતા એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશનું સન્માન કર્યું. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, શહેરી પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીય, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓ પણ હાજર રહ્યા હતા.

CLEAN CITY

Swachh Survekshan 2023 : સૌથી સ્વચ્છ શહેર


એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 1- ઈન્દોર (મધ્યપ્રદેશ) 1- સુરત (ગુજરાત) 2- નવી મુંબઈ (મહારાષ્ટ્ર)

Swachh Survekshan 2023 : એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં આ ટોપ-3 શહેરો છે


1-સાસવડ (મહારાષ્ટ્ર)
2-પાટન (છત્તીસગઢ)
3- લોનાવાલા (મહારાષ્ટ્ર)

Capture 47

Swachh Survekshan 2023 : એમપીનું મહુ એ સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ  

મધ્યપ્રદેશના મહુને સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ડાયરેક્ટર જનરલ જીએસ રાજેશ્વરને એનાયત કરાયો હતો.

 કોને મળ્યો સ્વચ્છ રાજ્યનો એવોર્ડ

મહારાષ્ટ્રને રાજ્ય કેટેગરીમાં સ્વચ્છતા માટે પ્રથમ એવોર્ડ મળ્યો છે.

મધ્યપ્રદેશે ભારતના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ જીત્યો છે.  

છત્તીસગઢને ત્રીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો છે.

તમે આ પણ વાંચી શકો છો

India largest mall : અમદાવાદીઓ ખુશ થઇ જાઓ !! ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં બનશે !!