Home Power Play - Program Power Play 1480 | તકતીની મોહમાયા | VR LIVE

Power Play 1480 | તકતીની મોહમાયા | VR LIVE

0
474

કાર્યક્રમ- Power Play 1480 | તકતીની મોહમાયા | VR LIVE

Power Play 1480 અમદાવાદના જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાડાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે.   શહેરની એક હોસ્પિટલમાં લગાવેલી તકતીમાં પોતાનું નામ ન જોતા ઉશ્કેરાયેલા ધારાસભ્યએ હોબાળો મચાવ્યો છે, અને વિરોધ કરતા તકતી પર કાળા કલરનો સ્પ્રે મારી તેને નુકશાન પણ પહોંચાડ્યું છે. આ મામલે અમદાવાદના મેયરે આ ઘટનાને ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસની હલકી માનસિકતા ગણાવી છે.

Power Play 1480 : અમદાવાદના બહેરામપુરામાં આવેલી એક હોસ્પિટલમાં અમદાવાદ મહાનગર પાલિકા (AMC) તરફથી દર્દીઓ માટે હિમો ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યાં AMC દ્વારા સેન્ટરના ઉદ્ઘાટનને લગતી એક તકતી મુકવામાં આવી હતી. ઉદ્ઘાટન થયું અને તકતી મુકાઈ ત્યાં સુધી બધું ઠીક હતું. પરંતુ જયારે અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ને જાણ થઇ કે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મુકવામાં આવેલી તકતીમાં તેમનું નામ નથી રાખવામાં આવ્યું ત્યારે તેઓ ઉશ્કેરાયા હતા, અને હોસ્પિટલમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં ધારાસભ્યએ AMC દ્વારા લગાવવામાં આવેલ તકતી પર કાળા કલરનો સ્પ્રે મારી દીધો હતો, અને આમ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Power Play 1480 : આ મામલે જમાલપુરના ધારાસભ્યનું ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે, તેમણે આ વિષયે પહેલાં જ અગાઉની સંકલન સમિતિમાં કમિશ્નરને કહી રાખ્યું હતું કે, તેમની વિધાનસભામાં કોઈપણ કાર્યક્રમ હોય તો સ્થાનિક ધારાસભ્ય તરીકે ઇમરાન ખેડાવાલાનું નામ હોવું જોઈએ. તે લગાવવું જરૂરી છે. ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો હતો કે, મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમોમાં તેમનું નામ નથી લખાતું અને તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્યનું નામ લખવામાં આવે છે.

વિષય–તકતીની મોહમાયા

રાજનેતાઓને તકતીની મોહમાયા કેમ ?

પ્રજાના ટેક્ષના રૂપિયાથી સુવિધા પણ નામ નેતાઓનું !

ક્યારેક સ્થાનિક વિપક્ષની થાય છે બાદબાકી

ક્યારેક સત્તા પક્ષમાં પણ થાય છે હુંસાતુંસી

નામ અમર કરવાની જાણે હોડ લાગી

જનતામાં નામ પાકું થાય તો તકતીમાં શું જરૂર ?

કેમ તકતીની મોહમાયા છે રાજનેતાઓમાં

પદ્મકાંત ત્રિવેદી CMD

પ્રશાંત ત્રિપાઠી , ભાજપ

મિલન ખીરા , સમીક્ષક

સાગર શાહ , કોંગ્રેસ

તમે આ પણ વાંચી શકો છો

India pakistan : એ રાત્રે ભારતે પાકિસ્તાન સામે 9 મિસાઈલ તાકીને મૂકી હતી… જાણો આખી કહાની

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે