AI based Survillance : દિલ્હી, મુંબઈ, બેંગલુરુને પછાડી ગુજરાતનું અમદાવાદ બન્યું સૌથી હાઇટેક શહેર

0
367
AI based Survillance
AI based Survillance

AI based Survillance : જો તમે દિલ્હી-NCR, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ જેવા શહેરોને ભારતના સૌથી હાઇ-ટેક શહેરો માની રહ્યા છો, તો તમે ખોટા છો. ખરેખર તો ગુજરાતનું અમદાવાદ આ શહેરો કરતાં ઘણું આગળ નીકળી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં રિયલ ટાઈમ મોનિટરિંગ માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરી છે. એટલું જ નહીં, શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગ, સ્ટોલ, કચરાના ઢગલા અને રખડતા પ્રાણીઓ પર નજર રાખવા માટે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે.

 AI based Survillance

AI based Survillance :  આવનારો સમય AI નો છે એ ગુજરાતે સમજી લીધું છે, અને તેના પર કામ કરવાનું શરુ પણ કરી દીધું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાલડી વિસ્તારમાં  AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરી છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ રિયલ ટાઈમમાં કલાકોના વીડિયો ફૂટેજની તપાસ કરી શકે છે. આ હાઈટેક સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે ગયા વર્ષે ઓગસ્ટ 2023માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આમાં AI આધારિત સિસ્ટમને ઇન્સ્ટોલ કરવાની, ઓપરેટ કરવાની તેમજ જાળવણીની જવાબદારી સામેલ છે.

AI based Survillance

AI based Survillance  :  AI આધારિત સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમની સ્થાપના સાથે, શહેરમાં ટ્રાફિકના નિયમોની અવગણના કરવા પર રીઅલ-ટાઇમમાં ચેતવણીઓ જારી કરવી, કોઈપણ ગુનો બનતા પહેલા તેને અટકાવવો, ગુના પછી તપાસમાં મદદ કરવી, જાહેર સલામતી, ટ્રાફિક વ્યવસ્થાપન, ભીડ નિયંત્રણ, ઇમરજન્સી રિસ્પોન્સ જેવા કાર્યો. સંકલન, દૂરસ્થ દેખરેખ તરત જ કરી શકાય છે.

AI based Survillance

AI based Survillance  : વિડિયો ફૂટેજ દ્વારા તાલીમ આપવામાં આવશે

AI based Survillance  :  AI સર્વેલન્સ સિસ્ટમ હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થાપિત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમને એક વર્ષના વિડિયો ફૂટેજ બતાવીને તાલીમ આપવામાં આવશે, જેથી તે નિયમોના ઉલ્લંઘનને શોધી કાઢવામાં પારંગત બની શકે. હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા 2021માં પ્રસિદ્ધ કરાયેલા રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા વાહનોને તેમની નંબર પ્લેટના રંગો અનુસાર ઓળખવાની તાલીમ આપવામાં આવી છે.  

તમે આ પણ વાંચી શકો છો

IAF C-130 J Aircraft: વાયુસેનાની આ સિદ્ધિ જોઈ દુશ્મનોની રાતની ઉડી ગઈ ઊંઘ