GUJARAT : વિકાસની આંધળી દોટ વચ્ચે ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક હદે વધ્યાં છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં 13થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ છે. જેમાં બાળકો સહિત 41 લોકોએ મોતને વહાલું કર્યું છે. આત્મહત્યાના કિસ્સામાં મુખ્યત્વે ફેરિયા,રોજમદારો સહિત ખેતમજૂરો અને ખેડૂતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં કેરિયરની ચિંતા, નાપાસ થવાના ડર સહિતના કારણોસર આત્મહત્યા કરનારાં વિદ્યાર્થીઓને સંખ્યા ઘણી મોટી છે.
GUJARAT : રાજ્ય સહીત દેશભરમાં આજે મોઁઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારીમાં કુટુંબનું ભરણપોષણ કરવું સખત અઘરું બન્યુ છે. બીજીબાજુ બેરોજગારી પણ આફત બનીને સામે આવી છે, આમ લોકોની આવક ઘટી રહી છે જ્યારે બીજીબાજુ મોંઘવારીના કારણે ખર્ચ વધી રહ્યો છે. જેથી મોટા ભાગના પરિવારો આર્થિક સંકડામણનો ભોગ બની રહ્યા છે. સાથે સાથે લોકોને સામાજીક અસુરક્ષાનો ડર સતાવી રહ્યો છે. ઘર નિર્વાહ માટે લોકો દેવુ કરવા મજબૂર બન્યા છે.
GUJARAT : ઘરસંસાર ચલાવવો આજના સમયમાં ખુબ કઠીન સાબિત થઇ રહ્યો છે, ઘરબાર ચલાવવા લોકો વ્યાજના ચક્રકરમાં ફસાવા લાગ્યા છે, જેથી વ્યાજના ચક્કરમાં દેવાદાર લોકો નાછૂટકે આત્મહત્યા કરીને જીવન ટુંકાવવાનું પસંદ કરી રહ્યા છે.
GUJARAT : કહેવાતા ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં આજે આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. હાલ અસંગઠિત મજૂરોની દશા દયનીય છે. રોજનુ કમાઇને રોજ ખાનારાં ફેરિયા, લારી પાથરણા વાળા અને રોજમદારોના આત્મહત્યાના કિસ્સામાં 50.44 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લાં છ વર્ષના આંકડા જોઇએ તો, 16862 રોજમદારોએ આર્થિક સંકડામણ, સામાજીક અસુરક્ષા અને ઘટતી આવક-વધતા ખર્ચ જેવા પરિબળને લીધે આત્મહત્યા કરી છે.
ખેડૂતો,ખેતમજૂરો,રોજમદારો, શ્રમિકો જ નહીં, વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જેમ કે, કેરિયર, અભ્યાસનો ડર, આર્થિક અસમાનતા, જાતિભેદ, પરિક્ષામાં નિષ્ફળતા જેવા કારણોથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે.ગુજરાતમાં છેલ્લાં પાચ વર્ષમાં 3740 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યુ છે.
GUJARAT રાજ્યમાં આત્મહત્યાના આંક પર નજર કરીએ તો રાજ્યમાં સામુહિક આત્મહત્યાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં 13 પરિવારોએ સામુહિક આત્મહત્યા કર્યાના અહેવાલ સામે આવ્યા છે. જેના પાછળનું મુખ્યકારણ આર્થિક સંકડામણ, દેવું, સામાજિક અસુરક્ષા જવાબદાર છે.
GUJARAT : છેલ્લા 1 વર્ષમાં સામુહિક આત્મહત્યાના આંકડા
ક્રમ | તારીખ | સ્થળ | મૃતકોની સંખ્યા |
1 | 9 જાન્યુઆરી | વાઘોડિયા | 3 |
2 | 10 માર્ચ | દૂધરેજ | 3 |
3 | 8 જુન | સરથાણા | 2 |
4 | 2 ઓગસ્ટ | વડોદરા | ૩ |
5 | 6 ઓગસ્ટ | ડીસા | 2 |
6 | 11 ઓગસ્ટ | વંથલી | 3 |
7 | 18 ઓગસ્ટ | ભાવનગર | 2 |
8 | ૩ સપ્ટેમ્બર | સુરત | ૩ |
9 | 6 સપ્ટેમ્બર | ધોળકા | 2 |
10 | 20 ઓક્ટોમ્બર | સુરત | 7 |
11 | 5 નવેમ્બર | બનાસકાંઠા | 7 |
12 | 1 જાન્યુઆરી | બોટાદ | 4 |
13 | 1 જાન્યુઆરી | વાંકાનેર | ૩ |
કુલ | 41 |
આ આંક પર ગતિશીલ અને વિકસિત GUJARAT રાજ્યની વાતો કરતી સરકારે એકવાર નજર કરવી જોઈએ. ત્યારે જમીની હકીકત તેમને સમજાશે.
તમે આ પણ વાંચી શકો છો
Petrol price hike : શું મનમોહન સરકાર કરતા મોદી સરકાર તમને વધુ લુંટી રહી છે?