Top 100 Worst Foods : ભારતનું આ શાક સૌથી ખરાબ ડીસની યાદીમાં થયું સામેલ

0
634
Top 100 Worst Foods
Top 100 Worst Foods

Top 100 Worst Foods: સ્વાદિષ્ઠ ભોજન વિશે વાત કરો અને આપણા દેશ ભારતનો ઉલ્લેખ ન કરો એવી વાત શક્ય નથી. અહીં દરેક શહેર અને રાજ્યનો પોતાનો એક અલગ સ્વાદ હોય છે. ભારતનું ખાનપાન જે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના લોકોને પણ પસંદ આવે છે. જો કે, વિશ્વના ટોપ 100 ખરાબ ભોજનની તાજેતરમાં બહાર પાડવામાં આવેલી યાદીમાં ભારતના એક પ્રખ્યાત શાકભાજીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.  ચાલો તમને જણાવીએ કે એ કઈ સબ્જી છે જે દુનિયાના ટોપ 100 ખરાબ ભોજનની યાદીમાં સામેલ થઇ છે.

Top 100 Worst Foods

Top 100 Worst Foods: ખોરાક માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં ખાણીપીણીના પ્રેમીઓ માટે અનેક પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે. ભારતનું નામ ખાણીપીણીની બાબતમાં વારંવાર લેવામાં આવે છે. અહીંની વિવિધતા માત્ર પહેરવેશ અને બોલીમાં જ નહીં પરંતુ ખાણીપીણીમાં પણ જોવા મળે છે. અહીં દરેક રાજ્ય અને શહેરની પોતાની આગવી વિશેષતા છે. આ જ કારણ છે કે લોકો અહીં માત્ર આ દેશની સુંદરતા જોવા જ નથી આવતા, પરંતુ અહીંના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવા પણ ભારત આવે છે.

Top 100 Worst Foods

ભારતની ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ છે, જે દેશ-વિદેશમાં ઘણી પસંદ કરવામાં આવે છે. આટલું જ નહીં, તેના સ્વાદને કારણે ભારતીય વાનગીઓ ઘણી યાદીઓમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહે છે. ત્યારે આ ક્રમમાં ફરી એકવાર એક યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં વધુ એક ભારતીય વાનગીએ પોતાનું સ્થાન બનાવ્યું છે. જોકે આ યાદીમાં દુનિયાની સૌથી ખરાબ વાનગીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં દુનિયાભરની 100 સૌથી ખરાબ વાનગીઓનાનું (Top 100 Worst Foods) લીસ્ટ બનાવામાં આવ્યું હતું

Top 100 Worst Foods: યાદી કોણે જાહેર કરી?

તાજેતરમાં જ ટેસ્ટ એટલાસ એ વિશ્વની ટોચની 100 સૌથી ખરાબ રેટિંગવાળી ખાદ્ય વસ્તુઓની યાદી બહાર પાડી છે. ટેસ્ટ એટલાસ એ એક પ્રખ્યાત ઓનલાઈન ફૂડ પોર્ટલ છે જે વારંવાર વિશ્વભરમાંથી વિવિધ ફૂડ લિસ્ટ બહાર પાડે છે. આ ક્રમમાં, તાજેતરમાં જ આ ફૂડ પોર્ટલે વિશ્વના ટોચના 100 ખરાબ ખાદ્યપદાર્થોની યાદી બહાર પાડી છે, જેમાં ભારતના પ્રખ્યાત બટેટા રીંગણના શાકને પણ સ્થાન મળ્યું છે.

Top 100 Worst Foods

Top 100 Worst Foods: ભારતીય રીંગણ બટાકાનું નામ આ યાદીમાં થયું સામેલ

આ યાદીમાં સામેલ વાનગીઓમાંની ભારતીય રીંગણ બટાકાનું નામ પણ સામેલ જોવા મળ્યું ,જોકે રીંગણ બટાકા  એક લોકપ્રિય ભારતીય ગ્રેવી વાનગી છે. ટોપ (Top 100 Worst Foods) 100ની આ યાદીમાં આ વાનગીએ 60મું સ્થાન મેળવ્યું છે.  

Top 100 Worst Foods

મોટાભાગના લોકો તેને તવા રોટલી સાથે ખાવાનું પસંદ કરે છે. જો કે, ભારતમાં તેની લોકપ્રિયતા હોવા છતાં, આલૂ બૈંગનને ખરાબ વાનગીઓની આ યાદીમાં 5માંથી માત્ર 2.7 રેટિંગ મળ્યું છે. જો કે, ઘણા ભારતીયો રીંગણ બટાકાના આટલા રેટિંગથી ખુશ જોવા મળ્યા નહોતા કારણે કે રીંગણ બટાકા ભારતમાં એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય વાનગી તરેકે માનવામાં આવે છે, જેને ઘણા ભારતીયો ખૂબ જ સ્વાદ સાથે ખાય છે.

તમે આ પણ વાંચી શકો છો

Funny leave report   : હું પાર્ટી કરી રહ્યો છું, આજે ઓફીસ નહિ આવી શકું. આવી રીતે રજા માંગવાની કોણ હિંમત કરી શકે ?