TRAVEL MEDICINE : WHOએ મુસાફરી કરતા લોકો માટે મેડિકલની નવી બ્રાન્ચ બનાવી, 5માંથી 2 મુસાફરોને થાય છે ઝાડા-ઊલટી

0
465
TRAVEL MEDICINE
TRAVEL MEDICINE

TRAVEL MEDICINE : હવે ક્યાંક મોટા ડોક્ટરના નામ નીચે ‘ટ્રાવેલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ’ લખેલું જોવા મળે તો નવાઈ નહીં. તમે વિચારતા હશો કે પ્રવાસીઓ માટે અલગ મેડિકલ બ્રાન્ચ બનાવવાની જરૂર કેમ પડી?

TRAVEL MEDICINE : મેડિકલ સાયન્સની ઘણી શાખાઓ છે. દાખલા તરીકે, પેટને લગતી સમસ્યાઓ હોય તો ગેસ્ટ્રોલોજી, નસ માટે ન્યુરોલોજી, હાડકા માટે ઓર્થોલોજી, જો માનસિક સમસ્યાઓ હોય તો મનોચિકિત્સક અને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે, ફંક્શનલ મેડિસિન એટલે કે જનરલ ફિઝિશિયન. હવે આ યાદીમાં બીજું નામ ઉમેરાયું છે – ટ્રાવેલ મેડિસિન.

હવે ક્યાંક મોટા ડોક્ટરના નામ નીચે ‘ટ્રાવેલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ’ લખેલું જોવા મળે તો નવાઈ નહીં. તમે વિચારતા હશો કે પ્રવાસીઓ માટે અલગ મેડિકલ બ્રાન્ચ બનાવવાની જરૂર કેમ પડી?

અમેરિકન નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનનો રિપોર્ટ જણાવે છે કે એક દિવસ કરતાં વધુ સમય માટે લાંબી મુસાફરી કરતા 40% લોકો ટ્રેવલ ડાયસ્યિાથી પીડીત હોય છે. હા, જો 5 લોકો મુસાફરી કરી રહ્યા હોય તો 2 લોકો ગંભીર ઉલ્ટી અને ઝાડાથી પીડિત હોવાની સંભાવના છે. લોકો ચાલતા ચાલતા ચક્કર ખઈ પડી જતા હોય છે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે, મહિલાઓને બસમાં પ્રી-મેચ્યોર ડિલિવરી થાય છે, કારમાં બેસીને બ્લડ ક્લોટ થાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે.

85464998 l scaled 1

અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, ડાયાબિટીસ, થાઈરોઈડ, હાઈપરટેન્શન અથવા હાર્ટ હેલ્થ જેવી કોઈ ચોક્કસ સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા 20 ટકા લોકો મુસાફરી કરતી વખતે સાવચેતી રાખતા નથી અને હેલ્થ ક્રાઈસિસનો ભોગ બને છે.

મુસાફરી દરમિયાન બીમાર પડવું અને હેલ્થ ક્રાઈસિસનો શિકાર બનવું એ એટલી મોટી સમસ્યા છે કે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાને મુસાફરી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે મેડિકલ સાયન્સમાં નવી શાખા બનાવવી પડી.

આપણે બધા મુસાફરી કરીએ છીએ. મુસાફરી વિના જીવન અધૂરું છે. આને ટાળી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં, મુસાફરી દરમિયાન સ્વાસ્થ્ય બગડવાના કારણો તેમજ તેના ઉકેલો જાણવું જરૂરી છે. 

TRAVEL MEDICINE : જો મુસાફરી 4 કલાકથી વધુ લાંબી હોય, તો આંતરિક નસોમાં લોહી ગંઠાઈ શકે છે.

જો તમે બસ, ટ્રેન કે ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે 4 કલાકથી વધુ સમય સુધી એક જ સ્થિતિમાં બેસો તો આંતરિક નસોમાં લોહી ગંઠાઈ જાય છે. સામાન્ય રીતે, જામેલું લોહી પાછળથી પોતાની મેળે ખુલી જાય છે અને પાતળું થઈ જાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં, લોહીના થીજી ગયેલા ટુકડા ફેફસા સુધી પહોંચી જાય છે અને તેને બ્લોકેજ બની જાય છે. જે જીવલેણ બની શકે છે.

આ લક્ષણોથી જાણો કે લોહી ગંઠાઈ રહ્યું છે

પગ સુન્ન થઈ જાય છે, કળતર લાગે છે

હાથ અને પગમાં સોજા અને લાલ ચકામા જોવા મળે

અસહ્ય દુખાવો અને શરીર વધુ પડતું ગરમ ​​થવું

લોહી ગંઠાઈ જવાથી બચવા માટે આ ઉપાયો અપનાવો

એક જગ્યાએ બેસીને પગને ઘૂંટણથી ઉઠાવો અને તેમને છાતી સુધી લાવો

એક પછી એક બંને પગને છાતી પર 10 સેકન્ડ સુધી દબાવી રાખો

બને તેટલી હાથ-પગની મુવમેન્ટ કરતા રહો

બેસવાની સ્થિતિ પણ બદલતા રહો

જો ગંઠાઈ જવાનો ઈતિહાસ હોય તો હેપરિન ઈન્જેક્શન સાથે મુસાફરી કરો

 અથવા તમારા ડૉક્ટર સાથે વાત કરો અને જરૂરી દવાઓ તમારી સાથે રાખો

મુસાફરી દરમિયાન ઉલ્ટી થાય,બ્રેન કંફ્યૂઝન છે કારણ

ટ્રાવેલિંગ દરમિયાન ઘણી વખત આવા લોકો મળતા હોય છે જે વિન્ડો સીટ માગતા હોય છે કારણ કે તેમને ઉલ્ટીની સમસ્યા હોય છે અને મોશન સિકનેસની ફરિયાદ હોય છે.

આવા લોકો રસ્તામાં ઉલ્ટીઓ કરતા હોય છે. અહીં સુધી ખાવા-પીવાનું પણ બંધ કરી દેતા હોય છે. આ સિવાય તેમને ઘણી સમસ્યાઓ થતી હોય છે.

વાસ્તવમાં, આપણું મગજ આખા શરીરને નિયંત્રિત કરવા માટે ત્રણ સ્ત્રોતોમાંથી માહિતી લે છે – આંખ, કાન અને સાંધા. બસ, કાર અને ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે, આ ત્રણ સિગ્નલ સોર્સ સતત મોશન એટલે કે ગતિમાં રહેતા હોય છે. પરિણામે બ્રેન કંફ્યૂઝ થઈ જાય છે. મગજની આ મૂંઝવણને મોશન સિકનેસ કહેવાય છે. આમાં, ઉલ્ટી, ચક્કર, માથાનો દુખાવો, થાક, પરસેવો જેવા લક્ષણો જોવા મળે છે.

મોશન સિકનેસ અટકાવવા માટેની ટીપ્સ

જો તમે કારમાં બેઠા છો, તો આગળ જુઓ અને વાહનના મોશનની દિશામાં બેસો.

તમારી આંખો બંધ રાખો, કંઈપણ વાંચવાનો પ્રયાસ ન કરો કે મોબાઈલનો ઉપયોગ ન કરો

કારમાં લીંબુ સુંઘો, લેમન ગ્રાસ પ્યુરિફાયર પણ અસરકારક રહેશે

મોંમાં આદુ અથવા કારામેલાઇઝ્ડ કેન્ડી રાખો

ઉલ્ટીના ડરથી ખાલી પેટે મુસાફરી ન કરો. તેનાથી બીમારી વધશે.

ગંભીર પરિસ્થિતિઓમાં, Avomine જેવી મોશન સિકનેસ ગોળીઓનો પણ ઉપયોગ કરી શકાય છે.

મુસાફરી દરમિયાન કબજિયાતનો પણ ભય રહે છે.

મુસાફરી કરતી વખતે, તમે ઘણા લોકો જોયા હશે જેઓ ગર્વથી દાવો કરે છે કે તેઓ લાંબા અંતરની મુસાફરીમાં પણ વૉશરૂમનો ઉપયોગ કરતા નથી. હકીકતમાં, આ સારી વાત નથી, તે મુસાફરીના કારણે થાય છે.

લાંબા અંતરની મુસાફરી કરતી વખતે વોશરૂમ ન જવાથી ગંભીર પરિણામો આવી શકે છે. તેનાથી કિડની અને બ્લેડરને નુકસાન થઈ શકે છે. બ્લેડરના સ્નાયુઓ ઢીલા થઈ શકે છે, જે પેશાબને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરશે.

people in airport
Passengers walking in the airport corridor with luggage. Travelling people at airport terminal.

આ આદતો તમને ટ્રાવેલ કબજિયાતથી બચાવશે

આહારમાં ઓછામાં ઓછા 25-30 ગ્રામ ફાઇબરનો સમાવેશ કરો

આખા અનાજ, ફળો, સૂકા ફળો, લીલા કચુંબર ફાઇબરના સારા સ્ત્રોત છે

મુસાફરી કરતી વખતે વધુ પડતી ચા અને કોફી ટાળો, કેફીન કબજિયાતનું મુખ્ય કારણ છે

મુસાફરી દરમિયાન શક્ય હોય ત્યાં સુધી તમારી દિનચર્યા જાળવો

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો