Corona first death : અમદાવાદમાં કોરોનાથી 1st મોત,  દરિયાપુરમાં કોરોનાથી 82 વર્ષીય વૃદ્ધાનું મોત

0
301
Corona first death
Corona first death

Corona first death :  અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાને લઈ પ્રથમ મોત (Corona first death) સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. મહિલાને કોમોર્બિડિટીઝ હતું. કોરોનાની ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે.

covid 1

Corona first death :  અમદાવાદમાં હાલ 35 એક્ટિવ કેસ


Corona first death : રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોનાના નવા બે કેસો સામે આવ્યા છે. હાલમાં કુલ 35 કેસો એક્ટિવ છે. તમામ કેસો પશ્વિમ વિસ્તારમાંથી નોંધાયેલા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે. મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. 35 એક્ટિવ કેસોમાંથી 30 જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેથી કહી શકાય કે જે દર્દીઓ બહારથી અમદાવાદ આવે છે. ત્યાર બાદ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા હોય છે અને કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.

corona 4



Corona first death :  પશ્ચિમમાં 14 અને ઉત્તર પશ્ચિમમાં 11 કેસ


 Corona first death:   અમદાવાદમાં કુલ 35 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં તમામ મોટાભાગે કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયેલા છે. પશ્ચિમ વિસ્તારના 14 અને ઉત્તર પશ્ચિમ વિસ્તારના 11 કેસ નોંધાયેલા છે. એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે જે ખાનગી હોસ્પિટલમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક પણ હોસ્પિટલમાં કોરોનાનો કોઈ દર્દી દાખલ નથી. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે કોઈપણ દર્દીને કોરોના પોઝિટિવ હોય અને હોસ્પિટલાઈઝ કરવાની જરૂરિયાત હોય તો તેઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે.

gujrat corona 1

Corona first death : ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર


Corona first death :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોરોના કાળ દરમિયાન જે રીતે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ શરૂ કરી હતી તે જ રીતે ફરી એકવાર ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વધુ ભાર મુકાશે. હાલમાં જે રીતે કોરોનાના કેસો અમદાવાદમાં આવી રહ્યા છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ આ બાબતે સતર્ક છે. જે પણ દર્દી કોરોના પોઝિટિવ આવી રહ્યા છે તેઓના સેમ્પલ લઈ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.

તમે આ પણ વાંચી શકો છો

Intermittent Fasting: મગજ પર અસર કરે છે આવા ઉપવાસ, જાણો શું છે રીપોર્ટમાં