RBI Blast Threat : સંસદ પર હુમલા બાદ વધુ એક ધમકી મળ્યાના સમાચાર સામે આવ્યા છે, ભારતની સૌથી મોટી બેંક RBI ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI Blast Threat) ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
સંસદ પર 6 શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે ત્યારે દેશની વધુ એક મોટી સંસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે, આજ બપોરે આવેલા મેલમાં મુંબઈ સ્થિત RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને (RBI Blast Threat) બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. જોકે (RBI Blast Threat) ધમકીને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે અને એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
RBI Blast Threat શું છે સમગ્ર મામલો
RBI ઓફિસને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં અનેક સ્થળો પર બોમ્બ રાખવાનો દાવો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈમેલમાં લખ્યું હતું કે, RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકમાં બોમ્બ રાખવામાં આવ્યા છે. ઈમેલના માધ્યમથી RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે. મુંબઈમાં કુલ 11 સ્થળો પર બોમ્બ રાખવાની ધમકી આપવામાં આવી છે.
જોકે આ (RBI Blast Threat) ઈમેલ પ્રમાણે આ બ્લાસ્ટ આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ થવાનો હતો. જોકે અવું કંઈ થયુ નથી. પોલીસે દરેક સ્થળે જઈને તપાસ કરી પરંતુ ક્યાંય શંકાસ્પદ વસ્તુ નથી મળી.
સમગ્ર ઘટના મામલે પોલીસ સતર્ક છે અને ધમકીભર્યા મેલનું લોકેશન , આઈપી એડ્રેસને ટ્રેસ કરી ધમકી આપનારને શોધવા પ્રયત્નો હાથ ધરી દીધા છે,
તમે આ પણ વાંચી શકો છો
Disney Hotstar : તમે હોટસ્ટાર યુઝ કરો છો તો તમારા માટે બહુ જ મોટી ખબર છે !!