A Drone Attack: ભારતીય કિનારે અરબી સમુદ્રમાં એક વેપારી જહાજ પર ડ્રોન હુમલાના કારણે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રીપોર્ટ અનુસાર, જહાજના ક્રૂમાં 20 ભારતીયો સામેલ છે. ભારતીય કોસ્ટ ગાર્ડનું વેપારી જહાજ એમવી કેમ પ્લુટો (Coast Guard merchant ship MV Chem) તરફ આગળ વધી રહ્યું છે. તે પોરબંદર કિનારેથી 217 નોટિકલ માઈલ દૂર છે.
Coast Guard એ તમામ જહાજોને મદદ માટે એલર્ટ કર્યાં
ક્રૂડ ઓઈલ લઈ જતું આ જહાજ સાઉદી અરેબિયાના એક બંદરેથી નીકળીને મેંગલુરુ તરફ જઈ રહ્યું હતું. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમ, જે ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું, તેને મુશ્કેલીમાં વેપારી જહાજ તરફ આગળ વધવાની સૂચના આપવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડ જહાજ (Coast Guard) એ આ વિસ્તારના તમામ જહાજોને મદદ માટે એલર્ટ કરી દીધા છે.
અહેવાલ મુજબ જહાજમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી છે પરંતુ તેની અસર જહાજના કામકાજ પર પડી છે. તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે ભારતીય નૌકાદળે (Coast Guard) અપહરણ કરાયેલા માલ્ટા-ધ્વજવાળા કાર્ગો જહાજમાંથી ઘાયલ નાવિકને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટના તેના થોડા દિવસ બાદ બની હતી. અરબી સમુદ્રમાં MV રુએન જહાજમાં છ “લૂટારા” ગેરકાયદેસર રીતે ચઢી ગયા હોવાની માહિતી મળી હતી.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો