નબીરો તથ્ય : ઇસ્કોન બ્રીજ તથ્ય પટેલ ચકચારી કેસમાં મોટી અપડેટ સામે આવી છે, તથ્યની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી,જેમાં ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષે 2 કલાક ચાલેલી દલીલો સાંભળી તથ્યની જામીન અરજી ફગાવી દીધી છે. હવે તથ્ય પાસે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથીતમને જણાવી દઈએ કે ઇસ્કોન બ્રીજ પર 20 જુલાઈની મોડી રાત્રે અકસ્માત સર્જી 9 લોકોના મોત નિપજાવ્યા હતા, આ ઘટના બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી, અને પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.
નબીરો તથ્યની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી, જેમાં વકીલ જાલ ઉનવાલાએ દલીલો કરતાં કોર્ટને કહ્યું હતું કે રાત્રે 12.30 વાગ્યે રોડ ઉપર ટ્રાફિક હોય એવું માની ન શકાય, આ સંપૂર્ણ કેસ બેદરકારીનો છે. આ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નથી. ત્યારે સરકારી વકીલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તથ્યના મિત્રના નિવેદન જોતાં તેને અકસ્માત થવાની શક્યતાનું નોલેજ હતું. જોકે ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષે 2 કલાક ચાલેલી દલીલો સાંભળી તથ્યની જામીન અરજી ફગાવી દીધી છે. હવે તથ્ય પાસે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.
નબીરો તથ્ય મામલે બંને પક્ષે શું દલીલો ચાલી
તથ્યના વકીલનું કહેવું હતું કે તથ્ય ઘટનાસ્થળેથી ભાગ્યો નથી, લોકોએ તેને માર્યો હતો. પ્રજ્ઞેશ પટેલે અકસ્માત બાદ પોલીસને ફોન કર્યો હતો, આ હિટ એન્ડ રનનો કેસ નથી. અકસ્માત બાદ તથ્ય જેલમાં છે, શું હવે તેને જામીન મળવા જોઈએ? કોર્ટ ધ્યાનમાં લે, તથ્યની ઉંમર અને તેનું બેકગ્રાઉન્ડ પણ ધ્યાનમાં લેવા કહ્યું હતું.
નબીરો તથ્ય પર લાગેલી IPCની કલમો કોર્ટને ચાર્જશીટમાંથી જણાવતા સાહેદોનાં નામ જણાવ્યા હતા, જેમાં શ્રેયા, આર્યન, ધ્વનિ, શાન, માલવિકા તથ્ય સાથે ગાડીમાં હતાં. ચાર્જશીટમાં જણાવ્યું છે કે ગાડીમાં કેપેસિટી કરતાં વધુ લોકો હતા. તથ્યએ ગાડી ‘ગફલત’ ભરી રીતે ચલાવી હતી. તથ્યના વકીલે ચાર્જશીટમાંથી ‘બેદરકારી’ શોધી બતાવી, જોકે તથ્યના ગાડીમાં બેઠેલા મિત્રોનાં નિવેદન કોર્ટને જણાવ્યા હતા.
ધ્વનિનું નિવેદન CRPCની કલમ 164 મુજબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયું હતું, તે ગાડીમાં હતી તેના કરતાં સારું કોઈ પ્રથમદર્શી નિવેદન ન હોઈ શકે, આ કેસ ફક્ત બેદરકારીનો કેસ છે, ચોક્કસ અકસ્માત દુ:ખદ હતો, પણ બ્રેક મારતાં ગાડીની ઝડપ ઘટી હતી.
નબીરો તથ્યના વકીલે વલસાડમાં ડ્રાઈવરની બેદરકારીથી વિદ્યાર્થીના થયેલા મોતનો કેસ ટાંક્યો હતો, જેમાં બસના ટાયર પાસેનાં પતરાં સડી ગયાં હતાં, જેને રિપેર ન કરાયાં અને એક જાડું કપડું લગાવ્યું હતું, જ્યાંથી વિદ્યાર્થી પડી જઈને બસના ટાયર નીચે આવી જતાં મોત થયું હતું. આ કેસમાં ડ્રાઈવર, ક્લીનર, સુપરવાઈઝર અને ટ્રસ્ટીને આરોપી બનાવ્યા હતા. આમાં હેતુ નહીં, પણ જ્ઞાન હતું, આ બેદરકારી હતી. હવે જોવાનું રહ્યું કે તથ્ય પાસે અન્ય કયા રસ્તા બચે છે.
તમે આ પણ વાંચી શકો છો
Cigarettes Per Day : તમે એક દિવસમાં કેટલી સિગારેટ પી શકો?