Power Play 1460 | ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ | VR LIVE
Power Play 1460 : ડુંગળીની નિકાસ પર સરકારે પ્રતિબંધ મુકતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ અને ભાવનગરમાં તો ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી હાઈ-વે ચક્કાજામ કર્યો છે. જ્યારે રાજ્યમાં હાલ ડુંગળીનો સળગતો મુદ્દો ચાલી રહ્યો છેડુંગળીની નિકાસ હાલ બંધ હોઈ ડુંગળીના ભાવમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે અને સાતસો થી આઠસો રૂપિયે મણ વેચાતી ડુંગળીના ભાવ. હાલ દોઢસોથી બસ્સો રૂપિયે મણ પર પહોંચી ગયા છે.
ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ નિકાસબંધી ઉઠાવવા મુદ્દે ડુંગળીના જ હાર પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.ધોરાજીના ખેડૂતો વેપારીઓ અને કોંગ્રેસ સમિતિના આગેવાનોએ નિકાસબંધી હટાવવાની માંગ સાથે હાથમાં ડુંગળીઓ લઈ અને ડુંગળીના હાર પહેરીને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરની ઓફિસે પહોંચ્યા હતા. ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને તાત્કાલિક નિકાસબંધી ઉઠાવવાની માંગ સાથેનું આવેદન પત્ર આપ્યું હતું. એટલું જ નહીં. ડેપ્યુટી કલેક્ટરના ટેબલ પર સાથે લાવેલી ડુંગળીઓ અને ડુંગળીના હાર પણ મૂકી દીધાં હતા. રાજ્યમાં ખેડૂતો ડુંગળીના ભાવને લઈને ગુસ્સામાં છે ત્યારે
vr liveનો પ્રાઈમ ટાઇમ કાર્યક્રમ Power Play 1460 | ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ | VR LIVE
કાર્યક્રમ – Power Play 1460 | ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ | VR LIVE
વિષય -ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ
ખેડૂતોને રોવાનો વારો આવ્યો
નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ તળિયે
ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ
ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવી
ખેડૂતોને ડુંગળી પકવવા માટે ખર્ચ કાઢવો મુશ્કેલ
દેશભરના ખેડૂતો કરી રહ્યા છે વિરોધ
કેન્દ્ર સરકાર દ્વાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ
આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે ?
નિકાસ પ્રતિબંધ 31 માર્ચ 2024 સુધી અમલમાં
સરકારે ડુંગળી માટે બફર સ્ટોકનો લક્ષ્યાંક વધાર્યો
તમે આ પણ વાંચી શકો છો
દિલની વાત 1030 | ડુંગળીના ભાવ ઘટવાની આશા કેટલી ? | VR LIVE