ParliamentAttack : કોણ છે નીલમ ? જે સંસદ બહારથી પકડવામાં આવી છે  ?

0
351
NILAM
NILAM

ParliamentAttack :   મારું નામ નીલમ છે, હું બેરોજગાર છું, આ સરકાર સરમુખત્યાર છે, અમારો અવાજ સાંભળવામાં આવતો નથી, અમને રસ્તા પર લાકડીઓથી મારવામાં આવે છે, તેથી જ અમે આ રસ્તો પસંદ કર્યો છે. આ શબ્દો છે આજે સંસદ પર વિરોધ નોંધાવનાર નીલમના.

આજે સંસદની અંદર ૨ લોકોએ સુરક્ષાને ભેદી જે રીતે ઉધપાત મચાવી દીધી હતી. જેનાથી આખા દેશમાં હડકંપ મચી ગયો હતો. 22 વર્ષ બાદ આજે ફરી એજ દિવસે સંસદની અંદર ઘુસી સુરક્ષાકર્મીઓને ચકમો આપી ૨ યુવાનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને ભારત માતા કી જય અને જય ભીમના નારા લગાવ્યા હતા, ત્યારે અમે તમને જણાવીશું કે ૪ શખ્સો માંથી પકડાયેલી નીલમ કોણ છે અને તેને આ કામ કેમ કર્યું ?.        

NILAM

સવારથી માત્ર એક જ મુદ્દો આજે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે કોણ છે આ યુવાનો જેને સંસદની અભેદ સુરક્ષા તોડી પ્રેક્ષક ગેલેરીમાંથી કુદી સંસદની અંદર ખલબલી મચાવી દીધી હતી (ParliamentAttack) ? સુત્રોના પ્રમાણે 6 લોકોએ ભેગા મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો જેમાંથી ૨ શખ્સો સંસદની અંદર પહોંચી સ્મોક ક્રેકર ફેંક્યા હતા જયારે ૨ શખ્સોએ સંસદ સ્મોક ક્રેકર ફેંકી બહાર નારેબાજી કરી હતી, જયારે અન્ય બે શખ્સો ફરાર બતાવામાં આવી રહ્યા છે, પોલીસ હાલ ૪ લોકોની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે, ત્યારે અહી આપને જણાવી દઈએ કે સંસદની બહાર પકડાયેલી નીલમ કોણ છે?

LOKSABHA 4

કોણ છે નીલમ ? | Who is Neelam?

  સંસદ ભવન બહારથી પકડાયેલી મહિલાનું નામ નીલમ છે, જે હરિયાણાના જીંદની રહેવાસી છે. સંસદ ભવન બહાર હંગામો મચાવનાર નીલમ 42 વર્ષની છે, જે મૂળ હરિયાણાના જીંદના ઘાસો ગામની છે. નીલમ હાલમાં રેડ સ્ક્વેર માર્કેટ, હિસારની પાછળ સ્થિત પીજીમાં રહે છે અને અહીં રહીને હરિયાણા સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહી છે. સંસદ ભવન બહાર પકડાયેલી મહિલા નીલમે કહ્યું કે તેને રાજકારણમાં ખૂબ જ રસ છે.

નીલમની માતા સરસ્વતીએ જણાવ્યું કે તે 2 દિવસ પહેલા ઘરે હતી, જ્યારે તે ઘરેથી નીકળી ત્યારે તેણે કહ્યું હતું કે તે હિસાર જઈ રહી છે. નીલમના ભાઈનું કહેવું છે કે વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે. નીલમના ભાઈએ જણાવ્યું કે નીલમ શિક્ષક બનવા માંગે છે અને તેણે હરિયાણા ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (HTET) આપી છે. નીલમનું કહેવું છે કે  તેમની વાત સાંભળવામાં આવી રહી નથી, જેના કારણે તેમણે આ પગલું ભર્યું છે.

શું કહ્યું નીલમે સાંભળી લો | listen to what Neelam said

મારું નામ નીલમ છે, હું બેરોજગાર છું, આ સરકાર સરમુખત્યાર છે, અમારો અવાજ સાંભળવામાં આવતો નથી, અમને રસ્તા પર લાકડીઓથી મારવામાં આવે છે, તેથી જ અમે આ રસ્તો પસંદ કર્યો છે.

તમને જણાવી દઈએ કે સંસદની બહાર બનેલી ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. નીલમની સાથે અનમોલ શિંદે નામના વ્યક્તિને સંસદ ભવન બહારથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે. આ ઘટના સંસદ ભવન બહાર અને ટ્રાન્સપોર્ટ ભવનની સામે બની હતી. દિલ્હી પોલીસે કહ્યું છે કે બંનેને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સાથે ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ પણ પૂછપરછ કરી રહી છે.

તમે આ પણ વાંચી શકો છો

ParliamentAttack : શું સંસદમાં દરેક વ્યક્તિનું જવું શક્ય છે ? પ્રવેશ માટે શું છે પ્રોસેસ ?