GOOGLE MOST SEARCHED PEOPLE 2023
આ વર્ષે ભલે બોલિવૂડના સુપરસ્ટાર્સ શાહરુખ ખાન, સલમાન ખાનની ફિલ્મો રિલીઝ થઈ હોય, પરંતુ ગૂગલ સર્ચમાં ટોપ પર અન્ય સેલેબ્સ જ રહ્યા છે. વર્ષભર લોકોએ જે સેલિબ્રિટીઝને સૌથી વધુ સર્ચ કર્યા, તેમની લિસ્ટ ચોંકાવનારી છે.ચાલો જાણીએ ટોપ 10 નામ જેમના વિશે GOOGLE MOST SEARCHED PEOPLE 2023માં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું
ગૂગલે સર્ચમાં ભારતીયોનો ડંકો…. ક્રિકેટર્સ પણ નથી પાછળ
કોઈના કિસ્સામાં તેમના લગ્ન વર્ષભર લોકોને યાદ રહ્યા, તો કોઈએ રિએલીટી શો જીતીને એકો જમાવ્યો. આ લિસ્ટમાં બોલિવૂડ સ્ટાર્સ, ક્રિકેટર્સથી લઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સુધી સામેલ છે.
બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા આડવાણીને ગુગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી. તે આ લિસ્ટના ટોપ પર છે. તેના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા. કિઆરીએ ફેબ્રુઆરી 2023માં તેના લવ ઓફ લાઈફ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. રૉયલ વેડિંગ જેસલમેરના સૂર્યગઢ ફોર્ટમાં થયા. આટલું જ નહીં, કિઆરા ગ્લોબસી સર્ચ થનારા સેલેબ્સમાં પણ માત્ર એક ભારતીય છે. વિશ્વસ્તરે સર્ચ થનારી લિસ્ટમાં કિઆરા સાથે જેરેમી રેનરનું નામ સામેલ છે.
ક્રિકેટર શૂભમન ગિલ આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યા. ક્યારે તેના ઓન ફિલ્ડ રેકોર્ડ્સના કારણે તો ક્યારે ઓફ ફિલ્ડ મિટીંગ્સ અને રુમર્ડ અફેરના કારણે. ક્રિકેટરે 29 મેચની 29 ઈનિંગમાં 63.36ના એવરેજથી શાનદાર 1584 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 5 સદી અને 8 અડધીસદી પણ ફટકારી. જેમાં હાઈ સ્કોર 208 રન રહ્યા. આ દરમિયાન ગિલ એક જ વખત ઝીરો પર આઉટ થયો હતો. શુભમનને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. તો આ કારણોસર ગિલ સર્ચ લિસ્ટમાં બે નંબર હોય તો નવાઈ નહીં.
લિસ્ટમાં ત્રીજા નંબરે રચિન રવિન્દ્ર છે. જે વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ રન સ્કોર કરનાર બેટર છે. તેણે 10 મેચમાં ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી 578 રન બનાવ્યા. રચિન ચર્ચામાં એટલે આવ્યો કારણ કે તેના માતા-ાપિતા મૂળ ભારતીય છે. રચિનના પિતા રવિ કૃષ્ણામુર્તિ અને માતા દીપા કૃષ્ણમુર્તિ છે. રચિન રવિંદ્રનું નામ IPL ઓક્શનમાં પણ શોર્ટ લિસ્ટ થયું છે. તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે. આશા છે કે રવિંદ્રને મોટી કિંમતમાં ખરીદવામાં આવશે.
ચોથા નંબર પર ક્રિકેટર મોહમ્મદ શમી છે. જે વર્લ્ડ કપ 223માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શમીએ ટુર્નામેન્ટના માત્ર 6 બોલમાં 9.13ની એવરેજથી 23 વિકેટ લીધા. તેણે 57 રન આપી સાત વિકેટ લઈ શાનદાર પ્રદર્શન બતાવ્યું. શમી આવો પ્રથમ બોલર છે જેણે એક ઈનિંગમાં સાત વિકેટ લીધી હોય. સાથે જ તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. જ્યારે તેની પર્સનલ લાઈફ તેની એક્સ વાઈફ હસીન જહાંના કારણ ચર્ચામાં રહી.
આ લિસ્ટમાં દરેક એક્ટરને પાછળ છોડી યુટ્યૂબર એલ્વિશ યાદવ પાંચમા નંબરે છે. 26 વર્ષિય એલ્વિશએ બિગ બૉસ ઓટીટી સિઝન 2માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. છતાં આ યુટ્યૂબરે રેકોર્ડતોડ વોટ્સ સાથે તેણે જીત હાંસલ કરી. એલ્વિશની જીતે આખી સિસ્ટમ હલાવી નાખી હતી. હરિયાણા સરકાર તરફથી તેનો સન્માન પણ કરવામાં આવ્યો. એલ્વિશના લાખો ફોલોઅર્સ છે. બિગ બૉસ જીત્યા બાદ એલ્વિશનું નામ ડ્રગ્સ અને રેવ પાર્ટીમાં પણ સામે આવ્યો. એલ્વિશના નામે FIR પણ નોંધવામાં આવી, જેની તપાસ હાલ ચાલી રહી છે.
છઠ્ઠા નંબરે એલ્વિશ બાદ આવે છે એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા. એક્ટર તેની ફિટનેસ અને હોટનેસના કારણે ફિમેલ ફેન્સમાં ખૂબ ફેમસ છે પરંતુ આ વર્ષે કિઆરા સાથે લગ્ને તેની પોપ્યુલારિટીમાં ચાર ચાંદ લગાવી દીધા. ફેબ્રુઆરીમાં તેણે કિઆરા સાથે લગ્ન કર્યા, જે બાદથી જ કપલ ફેન્સનું ફેવરેટ બની ગયું છે. તેમની લવ સ્ટોરી, ફેમિલી, નેટવર્થને લઈ લોકોએ તેમને ગુગલ પર સર્ચ કર્યા. કામની વાત કરીએ તો આ વર્ષે સિદ્ધાર્થની એક જ ફિલ્મ મિશન મજનુ રિલીઝ થઈ હતી.આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી અને ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના હતી.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે નોટઆઉટ 201 રનની ઈનિંગ રમી ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી. મેક્સવેલે ક્રેપ હોવા છતાં બીજી સદી ફટકારી અને રેકોર્ડ્સ બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ જીતવામાં મેક્સવેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે ભારતીય મૂળની રિની સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરી પણ છે.
યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડેવિડ બેકહેમ પ્રથમ વખત ભારત આવ્યા. ડેવિડ બેકહેમે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઈનલ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિમમાં જોઈ હતી. બેકહમે સચિન તેંડુલકર સાથેના સમયને શાનદાર ગણાવ્યો હતો. સાથે જ ફુટબોલર બોલિવૂડ સેલેબ્સ સાથે પાર્ટી કરતા પણ જોવા મળ્યા હતા. તેમના માટે એક્ટ્રેસ સોનમ કપૂરે તેના ઘરે સ્પેશિયલ ઈન્ડિયન સ્ટાઈલ પાર્ટી રાખી હતી. ત્યાં જ બોલિવૂડના કિંગ ખાન શાહરુખે ડેવિડને તેના ઘરે મન્નતમાં ઈનવાઈટ પણ કર્યા હતા. આ લિસ્ટમાં ડેવિડ બેકહેમ આઠમા નંબરે છે.
આ વર્ષે આ લિસ્ટમાં નવમા નંબરે ઈન્ડિયન ક્રિકેટર સૂર્યકુમાર યાદવ રહ્યો. હાર્દિક પંડ્યાને ઈજા થતા સૂર્યકુમારને ટી20 ઈન્ટરનેશનલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સૂર્યકુમાર યાદવ તેના ઓલરાઉન્ડર ગેમના કારણે ફેમસ છે. તેણે ટુર્નામેન્ટમાં કેપ્ટનશિપ સાથે શાનદાર પરફોર્મ કરી ઘણા રેકોર્ડ્સ બનાવ્યા અને ઓસ્ટ્રેલિયા સામે 4-1થી સિરીઝ જીતી લીધી.
GOOGLE MOST SEARCHED PEOPLE લિસ્ટમાં 10મા નંબરે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રેવિસ હેડ છે. ટ્રેવિસ વર્લ્ડ કપ 2023 ફાઈનમાં સદી ફટકારી ચર્ચામાં આવ્યો હતો. હેડે ફાઈનલમાં સદી ફટકારી ભારતીય ફેન્સને નિરાશ કર્યા પરંતુ આના કારણે તેના ફેન ફોલોઅર્સ વધી ગયા છે. ટ્રેવિસને સાઉથ આફ્રિકા ટૂર દરમિયાન ઈજા થઈ હતી, જે બાદ વર્લ્ડ કપમાં રમવાનું મુશ્કેલ હતું. પરંતુ લેફ્ટ હેન્ડ બેટિંગ કરી તેણે દમદાર કમબેક કર્યું હતું.
આવી વધારે સ્ટોરી જોવા માટે ક્લિક કરો અને યુટ્યુબ પર