અનોખું રેલવે સ્ટેશન : ટિકિટ લેવાની મહારાષ્ટ્રમાં અને ટ્રેનમાં બેસવાનું ગુજરાતમાં !

0
322
અનોખું રેલવે સ્ટેશન, ટિકિટ લેવાની મહારાષ્ટ્રમાં અને ટ્રેનમાં બેસવાનું ગુજરાતમાં !
અનોખું રેલવે સ્ટેશન, ટિકિટ લેવાની મહારાષ્ટ્રમાં અને ટ્રેનમાં બેસવાનું ગુજરાતમાં !

ભારતીય રેલવે (RAILWAY) વિશે એમ કહેવાય છેકે, તે દુનિયાની સૌથી લાંબી રેલવે સિસ્ટમ છે. જ્યાં એક છેડે થી બીજા છેડે જવા માટે અદભુત ટ્રેન વ્યવસ્થા કરવામાં આવી છે. એવી વ્યવસ્થા કે જેને જોઈને દુનિયાના બીજા દેશો પણ કરી ચુક્યા છે તેની વખાણ. જોકે, અહીં એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે બોર્ડર પણ હોય છે. તે બોર્ડરની વચ્ચે એક રેલવે સ્ટેશન એવું છે જે બે રાજ્યોમાં વહેચાયેલું છે. આખા દેશમાં આ એક માત્ર અનોખું એવું રેલવે (RAILWAY) સ્ટેશન છે. અહીં વાત થઈ રહી છે. નવાપુર રેલવે (રીલ્વાય) સ્ટેશનની. જે બે રાજ્યોમાં વહેચાયેલું છે. મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યના બોર્ડર પર નવાપુર રેલવે સ્ટેશન બે રાજ્યની સીમા ઉપર આવે છે.પુર્વ દિશામાં મહારાષ્ટ્ર આવેલું છે અને પશ્ચિમ દિશામાં ગુજરાત આવ્યું છે. રેલ્વે સ્ટેશની વિશેષ બાબત એ છે કે ટિકિટ લેનાર મહારાષ્ટ્રમાં બેસે છે અને સ્ટેશન માસ્તરની કેબિન ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં એક એવું સ્ટેશન પણ આવેલું છે. જે અડધું ગુજરાતની સરહદમાં આવે છે અને અડધું મહારાષ્ટ્રની હદમાં આવે છે. વાત જાણીને આપને થોડી નવાઇ લાગશે પરંતુ આ વાત ખરેખર સાચી છે.

આ રેલ્વે સ્ટેશન વિશે સૌથી અલૌકિક બાબત એ છે કે બંનેની હદમાં અલગ-અલગ કાયદા લાગુ પડે છે. હા, ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે, તો મહારાષ્ટ્રના પાન મસાલા અને ગુટખા પર. સ્ટેશનના ગુજરાત ભાગમાં ગુટખાનું વેચાણ ગુનો નથી, પરંતુ જો કોઈ આકસ્મિક રીતે તેનું વેચાણ કરીને મહારાષ્ટ્ર બોર્ડર પર જાય છે, તો તે ગુનેગાર બની જાય છે.તેવી રીતે મહારાષ્ટ્રમાં દારૂ અને બીયરનું વેચાણ થઇ શકે છે. પરંતુ ગુજરાતમાં પ્રતિબંધ છે. જો ગુજરાતવાળા હિસ્સામાં કોઇ વેચાણ કરતો ઝડપાય તો તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવે છે. ક્યારેક તો એવું પણ બને છે કે, રાજ્યની હદમાં ગુનો કરીને ગુનેગાર અન્ય રાજ્યના હદમાં પ્રવેશી જાય છે.

આપને જણાવી દઇએ કે, નવાપુર એ એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે જ્યાંથી 4 ભાષામાં એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે.જ્યારે નવાપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નજર નાખતા બોર્ડરની સીમા નજર પડી રહી હોય તેમ બે રાજ્યોના નવાપુર મહારાષ્ટ્ર અને ઉચ્છલ ગુજરાતમાં છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે મુસાફરો રેલવેમાંથી ઉતરતા મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ નવાપુર અને ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ જતા ઉચ્છલની હદમાં ઉતરતા નજરે પડતા હોય છે.