HomeDeshMPના મુખ્યમંત્રી મોહન યાદવનો એક આપતિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

MPના મુખ્યમંત્રી મોહન યાદવનો એક આપતિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી (New CM) તરીકે મોહન યાદવના નામની જાહેરાત થતાં જ સૌને આશ્ચર્ય થયું હતું. હવે આ અચાનક નવા સીએમ મોહન યાદવનો એક આપતિજનક વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે, જેમાં પોતાને શુભેચ્છા આપવા આવનાર વ્યકિત સાથે અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી બાદ અપશબ્દો બોલતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે.

મોહન યાદવનો ગાળો ભાંડતો આ વીડિયો મુખ્યમંત્રી બનતાની સાથે જ વાયરલ થયો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ વિડીયો પવનની ગતિથી વાયરલ પણ થઇ રહ્યો છે.

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી (New CM) ના નામની જાહેરાત થઇ ચુકી છે. નવા મુખ્યમંત્રી મોહન યાદવના નામ પર મહોર વાગ્યા બાદ આ વાયરલ વિડીયો પર લોકો અને વિરોધી દળના કાર્યકર્તાઓ અવનવી કોમેન્ટ્સ કરી રહ્યા છે. વિડીયો વાયરલ થતા જ રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. વી આર લાઈવ આ વાઈરલ વિડીઓની પુષ્ટિ કરતુ નથી .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments