Madhyapradesh_cm : મુખ્યમંત્રી ન બનતા મામા શિવરાજ થયા ભાવુક,વિડીઓ થયો વાયરલ    

0
296
shivrajsinh
shivrajsinh

Madhyapradesh_cm :  મધ્યપ્રદેશમાં નવા સીએમ  આ વખતે શિવરાજસિંહ ચૌહાણ નહિ પરંતુ મોહન યાદવ છે,  ભાજપે શિવરાજ સિંહ ચૌહાણ (Madhyapradesh_cm)  ને બદલે મોહન યાદવને સાંસદની કમાન સોંપી છે.  ત્યારે હવે મુખ્યમંત્રી પદ છીનવાયા બાદ શિવરાજસિંહ ચૌહાણનો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં શિવરાજસિંહ ચૌહાણ ભાવુક થયેલા જોવા મળે છે, શું છે વિડીઓ આવો જોઈએ…..   

શિવરાજ સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ શિવરાજ સિંહ ચૌહાણને મળવા તેમના ઘરે પહોંચી હતી. શિવરાજ સિંહ ચૌહાણ સીએમ ન બનતા આ મહિલાઓ ઉદાસ થઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી. શિવરાજ સિંહે મહિલાઓને ગળે લગાવીને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને સાથે સાથે શિવરાજસિંહ ચૌહાણ પણ થોડા ભાવુક થયેલા જોવા મળ્યા છે,  

GBELVWgbwAAOqhE

અત્રે નોંધનીય બાબત છે કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત હાંસલ કરી છે. ભાજપે 230માંથી 163 બેઠકો જીતી હતી. પરંતુ જયારે મુખ્યમંત્રીના નામને લઈને પેચ ફસાયો હતો ત્યારે મને ક મને શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રીના  પદ માટે મોહન યાદવનું નામ આગળ કર્યું હતું અને તમામ ધારાસભ્યોએ આ અંગે સંમતિ આપી હતી.

જોકે આ વિડીઓ આવતાની સાથે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે શિવરાજસિંહના આ ભાવુકક્ષણ પર પણ કોમેન્ટો કરી હતી અને મહિલાઓ  નહિ પરંતુ મામા શિવરાજ વધુ દુખી થયા છે તેવું જણાવ્યું હતું, તો ઘણા યુઝર્સે મામા શિવરાજ ફરી થી cm બનશે તેવું પણ કહ્યું હતું   

તમને આ પણ વાંચવું ગમશે.

MP માં ‘મોહન’ રાજ અને છત્તીસગઢમાં ‘વિષ્ણુ’ રાજ સાથે BJP રમી રહી છે શતરંજની ચાલ, જે 2024માં કામ કરશે?