article 370 : સુપ્રીમ કોર્ટ તરફથી મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ-370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 પર પોતાનો જવાબ રજુ કર્યો હતો ને કોંગ્રેસ (CONGRESS) ને આડે હાથ લીધી હતી, અમિત શાહે રાજ્યસભામાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ હજુ પણ કલમ 370 (article 370) હટાવવાને ખોટું કહી રહી છે.
લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (amit shah) આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર કલમ 370 પર પોતાનો જવાબ રજુ કરતા કોંગ્રેસને આડે હાથ લીધી હતી, અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય નથી માનતી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 (article 370) હટાવવાના મોદી સરકારના નિર્ણયને માન્ય ગણાવ્યો છે. ચુકાદો સંભળાવતી વખતે CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને ભારતમાં વિલીનીકરણ બાદ આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી.
અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો 3 પરિવારોએ રોકી દીધા છે. તેમણે કહ્યું કે PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે. એમ પણ કહ્યું કે અમે ભારતની એક ઇંચ પણ જમીન જવા દઇશું નહીં. કલમ 370 અંગે તેમણે કહ્યું કે તેનાથી અલગતાવાદને મજબૂતી મળી છે. ફરી એકવાર નહેરુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે નેહરુએ અડધુ કાશ્મીર છોડી દીધું હતું. એ પણ કહ્યું કે નેહરુના નિર્ણયને કારણે જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણમાં વિલંબ થયો હતો.
અમિત શાહે સવાલ ઉઠાવ્યો કે કલમ 370 અન્ય રાજ્યમાં કેમ લાગુ કરવામાં આવી નથી. એ પણ પૂછ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સેના મોકલવામાં વિલંબ કેમ થયો. નેહરુ પીઓકેનો મુદ્દો યુએનમાં કેમ લઈ ગયા?.
- કલમ 370ના નિર્ણયને ઇતિહાસ યાદ રાખશે
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ કોઈ સારા કામને સમર્થન આપતી નથી. ગૃહમંત્રી (amit shah) એ કહ્યું કે અમારી સરકારે એવા યુવાનોના હાથમાં લેપટોપ આપ્યા છે જેઓ જમ્મુ-કાશ્મીરમાં પથ્થરો લઈને ફરતા હતા. આપણે નિર્ણય લઈ શકીએ છીએ, આપણે ભાગી શકતા નથી. ઈતિહાસ 370 (article 370) ના નિર્ણયને યાદ રાખશે.
તમે આ પણ વાંચી શકો છો
જમ્મુ-કાશ્મીર સિવાય કયા રાજ્યોને મળેલો છે વિશેષ દરજ્જો, આખરે શું છે ‘સ્પેશિયલ સ્ટેટ’ ?