મહીસાગર : ગુજરાતમાં દારૂબંધીની તો માત્ર વાતો જ છે, કેમકે એક પણ એવો દિવસ કે એક ક્ષણ નથી જયારે ગુજરાતના કોઈ ખૂણામાંથી દારૂ પકડાયાના સમાચાર સામે ના આવ્યા હોય, બુટલેગરો દારૂને ગુજરાતમાં ઘુસાડવાના અનેક કીમિયા કરી ગુજરાતમાં દારૂ લઇ આવે છે, પરંતુ ગુજરાતમાં દારૂ ઘુસાડ્યા બાદ પણ એમની સામે એક યક્ષ પ્રશ્ન એ ઉભો હોય છે કે જે તે ગ્રાહકને ડીલેવરી કેવી રીતે કરવી, પરંતુ મહીસાગર (mahisagar) ના બુટલેગરોએ દારૂની ડીલીવરી માટે રઈસનો કીમિયો અપનાવ્યો હોય તેવું સામે આવ્યું છે, બુટલેગરોએ દારૂનું હેરાફેરી માટે સ્કુલ બેગનો ઉપયોગ કર્યો છે..
- ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની
- મહીસાગરમાં થઇ રહી છે સ્કુલ બેગમાં દારૂની હેરાફેરી
- બસમાંથી ૧૫૫ વિદેશી દારૂની બોટલો મળી
બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. અંડરગ્રાઉન્ડમાં દારૂ સંતાડવાથી લઈને પેટ્રોલના કે ગેસના ટેન્કરમાં દારૂની હેરાફેરી કરાતી હોવાના સમાચાર સામે આવાતા હોય છે, પરંતુ હવે સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે. મહિસાગર જિલ્લામાં સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી પકડાઈ છે. ડુંગરપુરથી દાહોદ જતી બસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા સંતરામપુરના હરસિદ્ધિ મંદિર પાસે બસ રોકાવી તપાસ કરાતા સ્કુલ બેગમાંથી દારૂ ઝડપાયો છે, એ પણ એક બે બોટલ નહિ પરંતુ પૂરી 155 બોટલ એ પણ પુરા 83 હજાર રૂપિયાનો દારૂ, .પોલીસે 1 કિશોર સહિત 9 આરોપીની બેગમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. પકડાયેલા તમામ આરોપી રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી છે.
પોલીસ દ્વારા બસમાં બેસેલા મુસાફરોની વિગતો પૂછવામાં આવી હતી. જેમાં બસ કન્ડક્ટરે 9 જેટલા ઇસમો ડુંગરપુરથી બસમાં બેસેલા હોવાનું અને સંતરામપુર સુધીની ટિકિટ લીધી હોવાનું જણાવ્યું હતું. તેથી એ નવ લોકો પાસે રહેલી સ્કૂલ બેગની ચકાસણી કરવામાં આવી હતી.
આ સ્કૂલબેગોમાંથી કુલ 155 બોટલો મળી આવી હતી. જેની કિંમત 47280 રૂપિયા ઉપરાંત 8 મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા 36 હજાર મળી કુલ 83280 રૂપિયાનો મુદ્દામાલ સાથે 9 લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમને આ પણ વાંચી શકો છો.
Madhyapradesh CM : મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા મોહન યાદવ