TATA – APPLE :  ટાટા સાથે એપલે કરી મોટી ડીલ ! ભારતના આ રાજ્યમાં એપલ બનાવશે આઈફોન ?   

6
470
TATA –APPLE
TATA –APPLE

TATA & APPLE :  તમે આઈફોન મેડ-ઇન કેલીફોર્નીયાના જોયા હશે,મેડ-ઇન ચાઈના પણ જોયા હશે પરંતુ હવે તમે આઈફોન મેડ ઇન ઇન્ડિયા પણ જોશો અને એ પણ  ધ ગ્રેટ ટાટા ગ્રુપ બનાવશે, ટાટા ગ્રુપની હવે (TATA & APPLE) એપલ સાથે મળીને આઈફોન બનાવશે. (TATA & APPLE)

ભારતમાં બનશે હવે આઈફોન (iphone)

ટાટા ગ્રુપ સાથે એપલ બનાવશે આઈફોન

ભારતમાં નોકરીઓની ભરમાર લાવશે આઈફોન

(TATA & APPLE) ભારત અને વિશ્વની સૌથી વધુ ભરોસેમંદ કંપની ટાટા હવે આઈફોનનું મેન્યુફેક્ચરિંગ કરશે, જેમાં એક અંદાજ મુજબ 50 મિલિયન ફોન મેન્યુફેક્ચરિંગ કરવાનો અંદાજ છે, ટાટાએ એપલ (TATA & APPLE) ની જરૂરિયાતો મુજબ પોતાનો પ્લાન્ટ તૈયાર પણ કરી દીધો છે, એક અહેવાલ પ્રમાણે તામિલનાડુના હાંસુર વિસ્તારમાં ટાટાએ પોતાનો પ્લાન્ટ તૈયાર કર્યો છે, જેની કિંમત લગભગ 600 મિલયન કરતા પણ વધુ છે, આ પ્લાન્ટમાં એપલ અને ટાટા ગ્રુપ આઈફોન 15 અને 15 પ્લસ ફોનનું મેન્યુફેક્ચરિંગ કરશે, પ્લાન્ટમાં ટાટાએ 20 મેન્યુફેક્ચરિંગ લાઈનો બનાવી છે જે એક અંદાજ પ્રમાણે આગામી 12 થી 16 મહિનામાં કાર્યરત થઇ જશે. 

IPHONE

ભારતમાં આઈફોન બનવાથી શું થશે ફાયદો ?

તમને જાણીને નવાઈ લાગશે કે ટાટા દરવર્ષે 50 મિલિયન ફોન બનાવશે જેનાથી દર વર્ષે 50 હજાર લોકોને નોકરી મળવાનો અંદાજ છે, ભારતમાં એપલ જેવી મોટી  કંપનીના આવવાથી ચીન જેવા દેશોને પણ મોટો ફટકો પડ્યો છે, ભારતમાં લેબર-પે (lobour) ઓછુ હોવાથી કંપનીને પણ મેન્યુફેક્ચરિંગમાં પણ ઘણો ફાયદો થશે, જેને લઈને આઈફોનની કિંમતમાં પણ ઘટાડો આવી શકે છે,  

APPLE 1

ચીનને મોટો ફટકો

ટાટા ગ્રુપ પાસે પહેલાથી જ કર્ણાટકમાં એક એપલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત છે, એપલ ચીનની મોનોપોલીથી બહાર નીકળવા માટે ભારત સહિત મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ જેવા દેશોમાં એસેમ્બલી કાર્યદક્ષ્રતા વધારવા પ્રયાસો કરી રહી છે, ભારતમાં ટાટા ગ્રુપ સાથેની આ ડીલથી ચીનના પેટમાં પણ તેલ રેડાયુ છે,  ટાટા ગ્રુપ મીઠું , સ્ટીલ, વાહનોના મેન્યુફેક્ચરિંગ બાદ હવે આઈફોન બનાવાની હોડમાં ઉતરી છે, જે ચીન માટે એક તમાચા બરાબર છે, ટાટા પાસે કર્ણાટકનો પ્લાન્ટ ચીનના ફોક્સોન પ્લાન્ટ કરતા સામાન્ય નાનો છે, અને હવે તમિલનાડુનો આ પ્લાન્ટ ચીનના પ્લાન્ટ જેટલો જ વિશાળ હશે, ટાટા પોતાના કર્ણાટકના પ્લાન્ટમાં પણ પોતાની પ્રોડકટીવીટી વધારી રહી છે.   

  તમને અહી જણાવી દઈએ ભારતમાં વધતી આઈફોનની માંગને લઈને (TATA –APPLE) એપલે ભારતમાં પોતાના બે ઓફીશીયલ બે સ્ટોર ખોલી દીધા છે, અને આગામી 1 વર્ષમાં અન્ય 3 સ્ટોર ખોલવા માટે કામ કરી રહી છે, આ સાથે જયારે ટાટાનું પ્રોડક્શન શરુ થશે ત્યારે ટાટા અને એપલ પોતાના 100 સ્ટોર ભારતમાં ખોલવા પ્રયાસ કરશે,   

ડિસેમ્બરમાં બંધ થશે આ UPI ID, નવો નિયમ જાણીને તમે પણ થઈ જશો હેરાન!


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.