ગરબા (Garba) એટલે ગુજરાતની ઓળખ , નવરાત્રી આવે એટલે ગુજરાતીઓનો સૌથી વધુ હરખ ઘેલા થાય , ત્યારે હવે ગુજરાતીઓને વધુ હરખ થાય તેવા એક સમાચાર યુનેસ્કોએ આપ્યા છે , ગરબાને યુનેસ્કોઅએ વલ્દ હેરિટેજ ગરબા તરિકે સ્થાન આપ્યુ છે , યુનેસ્કો દ્વારા ભારતની ટોટલ ૧૪ સિદ્ધિઓને સામેલ કરવામા આવિ હતિ જેમા ગુજરાત સરકાર દ્વારા યુનેસ્કોને ગરબા (Garba)ને હેરિટેજ ગરબાને સ્થાન આપવા પ્રયાસ કરવામાં આવ્યા હતા
ગરબા , ભાંગડા , કથ્થક , ભરતનાટ્યમ ભારતના અનેક ન્ર્યુત્યો છે પરંતુ ગુજરાતનુ ગૌરવ ગરબા (Garba) ને હેરિટેજ ગરબા તરિકે સ્થાન મળ્યું છે , બનાસકાંઠાના અંબાજી ખાતે યુનેસ્કો દ્વારા ગરબા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમા આદિવાસી બાળકીઑ દ્વારા અંબાજીમાંગરબા (Garba) યૉજી યુનેસ્કોનુ મન મોહી લીધું હતુ કમિટીના મૂલ્યાંકન સંસ્થાના વડાએ ગરબાને “ હિંદુ તહેવારના ધાર્મિક અને ભક્તિપૂર્ણ નૃત્ય તરીકે ઉલ્લેખ કરી ગરબાને શક્તિની ઉપાસનાનું પર્વ ગણવ્યુ હતુ ,
ગરબા(Garba)ના નૃત્યના સ્વરૂપને સમજાવવા યુનેસ્કોએ પોતાની વેબસાઈટમાં લખ્યું કે, “ઉત્સવ અને તૈયારીઓમાં સામેલ નૃત્યકારોથી લઈને સંગીતકારો, સામાજિક ગ્રુપ, કારીગરો અને ખેલૈયાઓ અને ધારકો વ્યાપક અને સમાવિષ્ટ છે. પ્રેક્ટિસ અને અવલોકન દ્વારા પ્રસારિત, ગરબા સામાજિક-આર્થિક, લિંગ અને ધાર્મિક માળખાને પાર કરીને સમાનતાને પ્રોત્સાહન આપે છે. તેમાં વૈવિધ્યસભર અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોનો સમાવેશ થાય છે, આમ ગરબાથિ સામાજિક બંધનો મજબૂત થાય છે.” ગુજરાત અને ગુજરાતીઓ માટે આ ઐતિહાસિક ક્ષણ માટે વડાપ્રધાન નરેંદ્ર મોદીઅએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ત એક્સ પર લખ્યુ કે “ગરબા (Garba)એ જીવન, એકતા અને આપણી ઊંડા મૂળવાળી પરંપરાઓનો ઉત્સવ છે. અમૂર્ત હેરિટેજ લિસ્ટમાં તેનો શિલાલેખ વિશ્વને ભારતીય સંસ્કૃતિની સુંદરતા દર્શાવે છે. આ સન્માન આપણને ભાવિ પેઢીઓ માટે આપણા વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે. આ વૈશ્વિક સ્વીકૃતિ બદલ અભિનંદન.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ એક્સ પર લખ્યુ કે યુનેસ્કો દ્વારા ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી થવા અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભદ્રકાળી મંદિર પરિસરમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાસ-ગરબાના વિવિધ પ્રકારોની સુંદર રજૂઆત નિહાળી. મને ખુશી છે કે અમદાવાદ ઉપરાંત અંબાજી, પાવાગઢ બહુચરાજી ખાતે પણ ગરબાના વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ આજે યોજાયા હતા. તેમજ યુનેસ્કો દ્વારા બૉત્સ્વાના ખાતે થયેલી આ જાહેરાતના જીવંત પ્રસારણને પણ રાજ્યના અનેક સ્થળોએ નિહાળવામાં આવ્યું હતું. આજે નવરાત્રી બાદ ફરી એકવાર જાણે કે આખું ગુજરાત હરખભેર ગરબામય બન્યું હતું.
યુનેસ્કોની યાદિમાં ભારતના અન્ય 14 એલિમેન્ટમાં રામલીલા, યોગ વૈદિક મંત્રોચ્ચાર, કુટિયાટ્ટમ, કેરળનું સંસ્કૃત થિયેટર, રામમન, ધાર્મિક તહેવાર અને ગઢવાલ હિમાલયનો ધાર્મિક થિયેટર, મુડીયેટ્ટુ, ધાર્મિક થિયેટર અને કેરળનું નૃત્ય નાટક,કાલબેલિયા લોકગીતો અને રાજસ્થાનના નૃત્યો, પૂર્વીય ભારતનું છાઉ નૃત્ય, લદ્દાખના બૌદ્ધ મંત્રોચ્ચાર, મણિપુરનું સંકીર્તન, ધાર્મિક ગાયન, ઢોલ વગાડવું અને નૃત્ય; પંજાબમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની હસ્તકલા, નવરોઝ; કોલકાતામાં કુંભ મેળો અને દુર્ગા પૂજાનો સમાવેશ થાય છે.