મધ્યપ્રદેશ સહિત રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો જાહેર થઇ ચુક્યા છે અને તમામ એકજીટ પોલ ખોટા સાબિત થયા અને ત્રણેય રાજ્યોમાં ભાજપને મોટી સફળતા મળી છે. હાલ નવા મુખ્યમંત્રીની ચર્ચાઓ વચ્ચે એક સમાચાર મધ્યપ્રદેશથી આવી રહ્યા છે જ્યાં કોંગ્રેસનો રકાસ ભલે થયો હોય પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કોંગ્રેસના નેતા અને બહુ ચર્ચિત ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયા હવે ચૂંટણી જીતી ગયા અને મુશ્કેલીમાં મુકાયા . કારણકે તેમને મોઢું કાળું કરવાનો વારો આવ્યો.
મધ્યપ્રદેશમાં જો ભાજપ 50 થી વધુ બેઠકો જીતી જશે તો જાહેરમાં પોતાનું મોઢું કાળું કરશે તેવી ચેલેન્જ આપનાર ફૂલ સિંહ બરૈયાએ જાહેરમાં પોતાનું મોઢું કાળું કર્યું હતું. હવે જયારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસને કર્મી હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે ફૂલ સિંહ બરૈયાએ જાહેરમાં આપેલી ચેલેન્જને લઈને ભલે ચર્ચામાં આવ્યા હોય પણ જાહેરમાં બોલેલા શબ્દો પ્રમાણે મોઢું કાળું કરતા જોવા મળ્યા અને તેનો વિડીઓ હાલ વાઈરલ થયો છે.
કોંગ્રેસના નેતાની ચેલેન્જ ફેલ થતા જ મધ્ય પ્રદેશમાં હાંસી પત્ર બન્યા . આ પહેલા તેઓ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે પણ મોટે ભાતે આ પ્રકારની વાતો થી ચર્ચામાં રહેતા હતા . અત્યારે લાંભા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે ત્યારે પણ પોતાના વિચારોના પ્રદર્શનથી હમેશા પક્ષ અને પોતાને ક્યારેક મુશ્કેલીમાં મુકતા જોવા મળે છે. આ વખતે તેઓ કોંગ્રેસની ટીકીટ પર ભાડેર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. અને તેઓ પોતાની બેઠક પર ચૂંટણી જીતી ગયા છે ભલે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હોય. પરંતુ કોંગ્રેસના નેતાએ પોતાના વચન પ્રમાણે મોઢું કાળું કરીને જનતાને બતાવવાનો પ્રયત્ન કર્યો કે હું જે બોલું છું તે કરીને બતાવું છું.
વધુમાં કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાએ આ મામલે કહ્યું કે હું મારા નિવેદન પર અડગ છું. હું ભાજપનો નેતા નથી જે મારી કહેલી વાત પર જ ફરી જાઉં . વધુમાં તેમને કહ્યું કે લોકશાહી બછાવવા મારો ચહેરો લોહીથી લાલ પણ કરી શકું છું અને મારા વચન પર અડગ રહીને શાહીથી મારો ચહેરો કાળો પણ કરી શકું છું. કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાએ આક્ષેપ લગાવ્યો કે આ ચૂંટણીમાં કોંગ્રેસની હાર ભાજપથી નહિ પરંતુ અમે ઈવીએમમાં હારી ગયા છીએ. અમે બેલેટ પેપરમાં 90 ટકા મત મેળવીને સૌથી આગળ છીએ. ભાજપે ચૂંટણીને મત અને નોટોનો મુદ્દો બનાવ્યો છે. અમને ઈવીએમ પર વિશ્વાસ નથી. ત્રણેય રાજ્યમાં અમારી હારનું કારણ ઈવીએમ છે. ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ મને ચૂંટણીમાં અપશબ્દો બોલ્યા હતા. અને હું અડગ હતો અને ચૂંટણી જીતી ગયો છું.