શિવરાજ સિંહ ચૌહાણ એક એવું નામ જે મધ્ય પ્રદેશની રાજનીતિક મેદાનમાં હમેશા મોખરે રહ્યું છે. મધ્ય પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે અને હાલ તો જો જીત વોહી સિકંદર એટલેકે ભાજપ નો દબદબો યથાવત રહ્યો છે પરંતુ જયારે વિધાનસભા ચૂંટણીની ચર્ચા શરુ થઇ ત્યારે શિવરાજ સિંહ એક મુખ્યમંત્રી તરીકે નહિ પરંતુ સામાન્ય કાર્યકર્તાની જેમ જ ચૂંટણી પ્રચારમાં લાગી હતા. ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓ અને ભાજપના અન્ય રાજ્યોના મુખ્યમંત્રી વારંવાર સભાઓ ગજવી રહ્યા હતા. પણ શિવરાજ સિંહ પોસ્ટરમાંથી ગાયબ હતા. જયારે ભાજપના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી ત્યારે શીવ્રજનું નામ હતું નહિ. પાર્ટીના દરેક નિર્ણયને સ્વીકારીના આગળ વધતા આ દિગ્ગજ નેતા પોતાના પાર્ટી માટે કામે લાગી ચુક્યા હતા. મધ્ય પ્રદેશની બમ્પર જીત પર શિવરાજ સિંહ ચૌહાણની લાડલી બહેન યોજના ગેમ ચેન્જર સાબિત થઇ છે. તેવું સ્થાનીકોમાં ચર્ચાઈ રહ્યું છે. શિવરાજે પોતાની લીટી લાંબી દોરવાનો પ્રયત્ન કર્યો અને હરીફોને હંફાવ્યા . તેમને ભાજપના મુખ્યમંત્રીના દાવેદાર તરીકે નહિ પાર્ટી જે કહેશે તે કરીશના સંદેશ સાથે વિધાનસભા ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતો જયતે કોંગ્રેસના નેતા કમલનાથે પોતાને મુખ્યમંત્રીના દાવેદાર તરીકે રજૂ કરીને પ્રચાર શરુ કર્યો. અને કોંગ્રેસમાં જૂથબંધી અને ખેંચતાણ સ્પષ્ઠ જોવા મળી
સામે પક્ષે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે હમેશા પોતાને રજૂ કરતા કમલનાથ અંગેની વાત કરીએ તો રાજકીય પંડિતોના વિશ્લેષણ પ્રમાણે અને સ્થાનિક મીડિયાની માહિતી પ્રમાણે જોઈએ તો કમલનાથનું કોર્પોરેટ પ્રકારે સંચાલન, જીદ્દી વલણ અને પોતાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કરીને જૂથબંધીમાં વધારો કર્યો અને પાર્ટીના અનેક કાર્યકર્તાઓને પોતાનાથી દૂર કર્યા. સુત્રોની માનીએ તો ક્યારેક હાઈકમાન્ડની વાત પણ માનતા ન હતા. દિગ્વિજય સિંહ સિવાય કમલનાથ કોઈને પણ વધારે મહત્વ આપતા ન હતા. કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ ખેંચતાણ ઉડીને સામે દેખાઈ રહ્યું હતું. કમલનાથ જાણે ભાજપને હરાવવા અને મુખ્યમંત્રી બનવાજ ચૂંટણી લડી રહ્યા હોય તેવો માહોલ તેમને જાતે જ બનાવ્યો હતો. આ ઉપરાંત કમલનાથના પુત્રે કોંગ્રેસની યાદી બહાર પડે તે પહેલા જ પોતાને છિંદવાડા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરીને કોંગ્રેસના હાઈ કમાંડ તથા કાર્યકર્તાઓને નારાજ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
એક સમયે મધ્ય પ્રદેશમાં એવું લાગી રહ્યું હતું કે ભાજપ માટે આ વખતે ચૂંટણી જીતવી અઘરું છે અને કદાચ ફરી સત્તામાં આવશે નહિ. પરંતુ પરિણામો આવી ચુક્યા છે અને ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને પહોંચી છે. ફરી એક વાર શિવરાજ નું રાજ મધ્ય પ્રદેશમાં શરુ થશે .