કેડિલા ગ્રૂપના CMD પર ક્યાં મહિલા ACPની રહેમ નઝર, ઓડિયો આવ્યો બહાર

0
161
Cadila Pharma CMD
Cadila Pharma CMD

ગુજરાતની પ્રસિદ્ધ કેડિલા ફાર્મા (Cadila Pharma) કંપનીમાં CMDની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ અમદાવાદની કોર્ટમાં ફાર્મા કંપનીના CMD રાજીવ મોદી અને અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધવા અરજી કરી હતી. એને કોર્ટ ઇંકવાયરી બાદ રિજેક્ટ કરાતાં યુવતી FIR નોંધવા કોર્ટના નિર્દેશ માગવા ગુજરાત હાઇકોર્ટ પહોંચી હતી. આખરે સવાલ એ છે કે એક યુવતી જે એક નામી વ્યક્તિ પર આરોપ લગાવી રહી છે તેની સામે ગુજરાત પોલીસ FIR નોંધવામાં આટલા તાકાથૈયા કેમ કરી રહી છે, આખરે આ કેડિલા ફાર્મા કંપનીમાં CMDની પર કોની રહેમ નજર છે. આ મામલે ચોંકાવનારી વધુ વિગતો સામે આવી છે.

વિવાદો સાથે સંકળાયેલી કેડિલા ગ્રૂપના સીએમડી રાજીવ મોદીએ ભૂતપૂર્વ ફલાઇટ એટેન્ડન્ટ બલ્ગેરિયન યુવતી પર સેકસ્યૂલ એસોલ્ટ તેમજ તેની પર દુષ્કર્મના મામલામાં પીડિતા અને એક મહિલા SPની કથિત ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસબેડામાં હલચલ મચી ગઈ છે.

આ ઘટના અંગે પીડિતા મહિલા પોલીસ સ્ટેશનમાં Cadila Pharma Group ગૃપના CMD સામે ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પરંતુ મહિલા એસીપી હિમાલા જોષીએ ત્યારે ફરિયાદ નોંધીને તપાસ કરવાને બદલે રાજીવ મોદીને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હોવાની કથિત ઓડિયો કિલપ વાઇરલ થઇ છે.

કથિત ઓડિયો ક્લિપમાં મહિલા એસીપી પીડિતાને એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે, રાજીવ મોદીને તેના કર્મોની સજા મળશે, તું શું કામ કેસને લાંબો ખેંચે છે. આ કથિત ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ આ બાદ એસીપી ફોન સ્વીચ ઓફ કરીને રજા પર ઉતરી ગયા હતા. આ અંગે વીડિયો ક્લિપ મામલે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી-ડીસીપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડયો ન હતો.

કેડીલા ફાર્મા (Cadila Pharma Group) કંપનીના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મ, સેકસ્યૂઅલ એસોલ્ટ અને હ્યુમન ટ્રાફિંકીંગ હેઠળ ફરિયાદ નોંધવા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જોકે, બલ્ગેરિયન યુવતી હાઇકોર્ટ જતા પહેલા IIM રોડ પર આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા એસીપી હિમાલા જોષીનો સંપર્ક કર્યો હતો. એ સમયે પીડિતા અને એસીપી હિમાલા જોષી વચ્ચે થયેલી વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં મહિલા એસીપી બલ્ગેરિયન યુવતીને એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, રાજીવ મોદીને તેના કર્મોની સજા મળશે તું શું કામ આ કેસને લાંબો ખેંચે છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં SP હિમાલા જોષી ફોન સ્વીચ ઓફ કરીને રજા પર ઉતરી ગયા હતા. એટલું જ નહીં, લાંબા સમયથી મહિલા ક્રાઇમ તેમજ મહિલા પોલીસ સ્ટેશનની કામગીરીઓ પણ સવાલો ઉભા થયા છે, પરંતુ ઉપરી અધિકારીના આશીર્વાદ હોવાથી કોઇ પગલાં લેવામાં આવતા નથી. મહત્વનું છે કે, અગાઉ પણ એક પ્રતિષ્ઠીત બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. આ કેસની તપાસ પણ આ જ મહિલા SPને સોંપાઇ હતી,

યુવતી એ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં રાજીવ મોદી અને અન્ય એક વ્યક્તિ સામે રેપ, સેક્સ્યૂઅલ એસોલ્ટ અને હ્યુમન ટ્રાફિકિંગની ફરિયાદ નોંધવા, મહિલા પોલીસ પણ આરોપી સાથે ભળેલી તેમજ આરોપીઓની યુવતીઓને ફસાવવાની મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું હતું, જોકે આ અરજી પર હાઇકોર્ટમાં 4 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે યુવતીએ અગાઉ કંપનીના CMD અને HR જોનસન મેથ્યુ સામે ફરિયાદ નોંધવા છારોડી પોલીસ મથકે અરજી આપી હતી, પરંતુ ફરિયાદ નોંધાઈ નહોતી.

ઉલ્લેખનીય છે કે, કેડિલા ફાર્મા કંપનીના CMD રાજીવ મોદીના છૂટાછેડા થઈ ચૂક્યા છે, કેડિલા ફાર્મા કંપનીમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2023 સુધીમાં આશરે 37 જેટલી વિદેશી અને ભારતીય યુવતીઓએ કામ કર્યું છે, જે મોટા ભાગની એરહોસ્ટેસ છે. યુવતીઓને રહેવાની સુવિધા પણ કંપની પૂરી પાડતી હતી. તેમનું પેકેજ 48 લાખથી લઈને 1.20 કરોડ જેટલું હતું, જોકે આટલું સારું પેકેજ હોવા છતાં કોઈપણ યુવતી એક વર્ષ કરતાં વધુ સમય નોકરીમાં ટકી નહીં.