Home State Gujarat ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ

0
531
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ

ગુજરાતના ૨૦ જિલ્લાઓની ૪૮૯ ગ્રામ પંચાયતોમાં ૧.૫૦ લાખથી વધુ નાગરિકો સંકલ્પ યાત્રામાં સહભાગી થયા

રાજ્યમાં ૨૪,૩૧૯ નવા આયુષ્યમાન કાર્ડ બનાવાયા જેમાંથી ૧૭,૪૦૪ કાર્ડનું સ્થળ પર વિતરણ કરાયું

 રાજ્યમાં કુલ ૧.૪૮ લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા

 વિવિધ આરોગ્ય કેમ્પમાં ૫૬ હજારથી વધુ વ્યક્તિઓની તપાસ કરાઇ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.  તા. ૨૪ નવેમ્બરના રોજ ગુજરાતમાં બનાસકાંઠાના ૨૦ ગામ, ભરૂચના ૧૯, છોટાઉદેપુરના ૪૮, ડાંગના ૪૦, દાહોદના ૧૦૦,નર્મદાના ૪૦, સુરતના ૬૦,  વલસાડના ૪૦, મહેસાણાના ૧૩, પાટણના ૧૬, બોટાદના ૪, સુરેન્દ્રનગરના ૨૦, મોરબીના ૧૨, પોરબંદરના ૮, કચ્છના ૧૨, અમરેલીના ૧૦,રાજકોટના ૫, જામનગરના ૮, ગીર સોમનાથના ૬ અને જૂનાગઢ જિલ્લાના ૮ એમ ૨૦ જિલ્લાઓની ૪૮૯ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૧,૫૦,૯૧૬ ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ ૧.૪૮ લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતો. આ પ્રસંગે ૨૪,૩૧૯ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાંથી ૧૭,૪૦૪ કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૫૬,૧૧૮ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત ૨૫,૩૦૦ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૧૩,૮૪૯ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારૂ ભારત’ અંતર્ગત કુલ ૨,૮૮૯ સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૩,૫૨૦ નામ નોંધવામાં આવ્યા છે. ૧,૮૯૯ મહિલાઓને, ૨,૮૪૬ વિદ્યાર્થીઓને, ૩૭૫ રમતવીરોને તેમજ ૨૭૯ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે