World Cup 2023 : ફાઇનલમાં ભારતીય ટીમ (IND vs AUS World Cup Final) ને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમ (Australia Team) નો કેપ્ટન પોતાના દેશ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ (Pat Cummins) નું તેમના ઘરે ખૂબ જ શાંત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પેટ કમિન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કમિન્સ ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર હાજર છે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે માત્ર 3 થી 4 ફોટોગ્રાફર્સ હાજર હતા અને તસવીરો ખેંચી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ચાહકોને એ વિચારીને આશ્ચર્ય થાય છે કે વિશ્વ ચેમ્પિયન કેપ્ટન (Pat Cummins) નું તેના ઘરે આવું સ્વાગત થઈ રહ્યું છે. ક્રિકેટ ચાહકોને અપેક્ષા હતી કે જ્યારે પેચ કમિન્સ તેના ઘરે પહોંચશે ત્યારે તેનું જોરદાર-શાનદાર સ્વાગત કરવામાં આવશે, પરંતુ એરપોર્ટ પર જોવા મળેલા નજારાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચાહકોનું માનવું છે કે જો ભારતીય ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી હોત તો ભારતના ચાહકોએ રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓનું શાનદાર સ્વાગત કર્યું હોત.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમે ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ભારત સામે 5 મેચની T-20 સીરીઝ રમવા જઈ રહી છે. પેટ કમિન્સ (Pat Cummins) T20 શ્રેણીનો ભાગ નથી. તેના સ્થાને મેથ્યુ વેડ ઓસ્ટ્રેલિયન T-20 ટીમની કેપ્ટનશીપ કરશે. પ્રથમ T-20 મેચ 23 નવેમ્બરે રમાશે.
- ભારત બનામ ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ શેડ્યૂલ
23 નવેમ્બર | 1 – T20 | વિશાખાપટ્ટનમ | સાંજે 7 વાગ્યાથી |
26 નવેમ્બર | 2 – T20 | તિરુવનંતપુરમ | સાંજે 7 વાગ્યાથી |
26 નવેમ્બર | 3 – T20 | ગુવાહાટી | સાંજે 7 વાગ્યાથી |
01 ડિસેમ્બર | 4 – T20 | નાગપુર | સાંજે 7 વાગ્યાથી |
03 ડિસેમ્બર | 5 – T20 | હૈદરાબાદ | સાંજે 7 વાગ્યાથી |