HomeMainWorld Cup Final : દીકરી વામિકા સાથે અમદાવાદ પહોંચી અનુષ્કા શર્મા, વીડિયો...

World Cup Final : દીકરી વામિકા સાથે અમદાવાદ પહોંચી અનુષ્કા શર્મા, વીડિયો થયો વાયરલ

World Cup Final : અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે દીકરી વામિકા કોહલી સાથે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા પોતાની પુત્રી વામિકા સાથે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ જોવા માટે ચાર્ટર પ્લેન દ્વારા અમદાવાદ (#Ahmedabad) પહોંચી.

એક વીડિયો સોશિયલ મીડિયા પર એક યુઝર દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં વામિકા અને અનુષ્કા શર્મા પ્રાઈવેટ જેટમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. જોકે, આ વીડિયો નવો છે કે જૂનો તેની સંપૂર્ણ પુષ્ટિ હજી થઈ શકી નથી.

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેની બીજી પ્રેગ્નન્સીની વાતને કારણે ચર્ચામાં છે. ભારત બનામ ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

વર્લ્ડ કપ 2023ને લગતા વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો –

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતનો વર્લ્ડ કપ (World Cup Final)  ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે વર્લ્ડ કપની તમામ મેચ ભારતની ધરતી પર રમાઈ છે. ભારતમાં રમાઈ રહેલી આઈસીસી (ICC) ની આ મોટી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.

ભારતની સાથે સાથે વિશ્વના ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ માને છે કે ભારતે જે રીતે આ વર્લ્ડ કપ (#CWC23Final) 2023માં પોતાનું પરફોર્મન્સ બતાવ્યુ છે તે પ્રશંસનીય છે.  આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ તો, ટીમ લીગ તબક્કામાં રમાયેલી તેની તમામ મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી છે.

Indian Cricket Team, #INDvsAUSfinal, #WorldcupFinal, #CWC23Final, #NarendraModiStadium, #Ahmedabad, #IndiaVsAustralia, Cricket World Cup, नरेंद्र मोदी स्टेडियम, #WorldcupFinal, Winner – India, #WCFinalonDD, #INDvsAUSfinal, #100CrorekaCup,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments