મુંબઈમાં હવા પ્રદુષણને કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે કોસ્ટલ એર કંટ્રોલ ડિવિઝનના સુમિત દલચંદ પાટીલ, એક NGO ચલાવે છે. જે મુંબઈમાં પ્રદૂષણ પર નજર રાખે છે અને આ દિશામાં કામ કરે છે, કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં તમામ પ્રકારનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. તેમનું માનવું છે કે મુંબઈમાં વાયુ પ્રદૂષણના મુખ્ય કારણોમાં પાવર જનરેશન પ્લાન્ટ્સ પણ મોટી ભૂમિકા ભજવે છે.
દિલ્હી અને એનસીઆરના વાતાવરણમાં ઝેરી હવાના કણોની સંખ્યા દેશની આર્થિક રાજધાની મુંબઈની સરખામણીએ ઘણી ખતરનાક છે. વૈજ્ઞાનિકોના મતે જો આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો દિલ્હી એનસીઆર કરતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત આ દિશામાં કામ કરતી તમામ એજન્સીઓએ આ શહેરો માટે માત્ર ચેતવણી જ નથી આપી, પરંતુ તેમને આવા વિસ્તારોમાં થઈ રહેલા અંધાધૂંધ બાંધકામ પર નજર રાખવા અને જરૂર પડે તો તેને રોકવા માટે પણ કહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરોમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે.
જે રીતે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, તે જ રીતે દરિયાઈ વિસ્તારોમાં આવેલા શહેરોમાં AQI સ્તર પણ ‘વેરી પુઅર’ની શ્રેણીમાં પહોંચી ગયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ મુંબઈ અને ચેન્નાઈ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના એર પોલ્યુશન કંટ્રોલ યુનિટના પ્રિન્સિપલ પ્રોગ્રામ મેનેજર વિવેક ચટ્ટોપાધ્યાય કહે છે કે મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરોમાં સતત વધી રહેલું પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સંકેત છે. તેની પાછળનું કારણ આપતા તેઓ કહે છે કે મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 350ની નજીક પહોંચી ગયો છે, જે આગામી દિવસોમાં વધુ વધી શકે છે. તેમનું કહેવું છે કે આ સૌથી મોટી ચિંતાનો વિષય છે કારણ કે દરિયા કિનારે વસેલા શહેરો અને રાજ્યો હંમેશાથી એ વાતથી વાકેફ છે કે દરિયાઈ પવનને કારણે આ શહેરોમાં પ્રદૂષણ ઓછું થાય છે. પરંતુ શહેરોમાં સતત વધી રહેલા બાંધકામ અને વાહનોની સંખ્યાને કારણે દરિયાઈ પવન આ શહેરોમાં પ્રદૂષણને દૂર કરી શકાતો નથી.ત્યારે દિલ્હી બાદ મુંબઈમાં હવા પ્રદુષણને કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે.
વાંચો અહીં ગાંધીનગર જિલ્લામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન