CJI DY ચંદ્રચુડે કેસોની સુનાવણી મોકૂફ રાખવા પર ચિંતા વ્યક્ત કરી છે. આ દરમિયાન તેણે હિન્દી ફિલ્મ દામિનીનો ડાયલોગ પણ યાદ કરાવ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ વારંવાર તારીખો આપી રહી છે. CJI એ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે આ કોર્ટ “तारीख पे तारीख…” કોર્ટ બનીને રહી જાય. CJI એ વકીલોને કહ્યું છે કે જ્યારે જરૂર પડે ત્યારે જ સુનાવણી સ્થગિત કરવી જોઈએ. તેણે કહ્યું કે મેં કેટલાક ડેટા એકત્રિત કર્યા છે. તેના પ્રમાણે, જો ફક્ત ૩ નવેમ્બરના દિવસની જ વાત કરીએ તો અત્યાર સુધીમાં 178 કેસની સુનાવણી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કુલ 3688 કેસની સુનાવણી મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી હતી.
CJI એ કહ્યું કે કેસ મુલતવી રાખવાની માંગ ઝડપથી સુનાવણીના હેતુને નિષ્ફળ બનાવે છે. તમને જણાવી દઈએ કે, આ પ્રથા હાઈકોર્ટમાં નથી. જો માત્ર સુનાવણી મોકૂફ રાખવામાં આવે તો નાગરિકોનો આપણા ન્યાયતંત્રમાં વિશ્વાસ તૂટશે. હું બારના સભ્યોને વિનંતી કરું છું કે જ્યાં સુધી તે ખરેખર અત્યત જરૂરી ન હોય ત્યાં સુધી સુનાવણી મુલતવી રાખવાની માંગ ન કરે.
CJI એ વકીલોને વધુમાં જણાવ્યું કે સપ્ટેમ્બરમાં 2361 કેસમાં વધુ તારીખ માંગવામાં આવી હતી. જો હું તમને કહું તો દરરોજ સરેરાશ 59 આવા કેસ આવી રહ્યા છે, જેમાં એક તરફ, કેસોને ઝડપી ધોરણે સૂચિબદ્ધ કરવામાં આવે છે. બીજી તરફ, તેમની સામે ઝડપી સુનાવણીની માંગ પણ કરવામાં આવે છે, પછી આવા કેસોને સૂચિબદ્ધ કરવામાં આવે છે. આટલી બધી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પછી તેમને મુલતવી રાખવાની માંગ કરવામાં આવે છે.
હું બારના સભ્યોને વિનંતી કરું છું કે જ્યાં સુધી તે ખરેખર જરૂરી ન હોય ત્યાં સુધી સુનાવણી મુલતવી રાખવાની માંગ ન કરે. જો આમ જ થતું રહેશે તો “तारीख पे तारीख…” વાળી કોર્ટ બની શકે છે. આનાથી નાગરિકોનો આપણી અદાલતો પરનો વિશ્વાસ તૂટી જશે.
અગાઉ પણ ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી ચૂક્યા CJI :
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે CJIએ આવી ટિપ્પણી કરી હોય. થોડા સમય પહેલા, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ એક વકીલને જોરદાર ઠપકો આપ્યો હતો. CJI DY ચંદ્રચુડે કોર્ટ રૂમમાં વકીલ મોબાઈલ ફોન પર વાત કરવા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન કોર્ટ રૂમમાં જ એક વકીલે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. આનાથી ગુસ્સે થઈને CJI એ કાર્યવાહી અધવચ્ચે જ અટકાવી દીધી.આ પછી તેમણે વકીલને ઠપકો આપતા કહ્યું, આ શું બજાર છે કે તમે ફોન પર વાત કરો છો..? તેનો મોબાઈલ ફોન લઈ લો.’ ત્યાર બાદ મુખ્ય ન્યાયાધીશે કોર્ટના કર્મચારીઓને વકીલનો મોબાઈલ ફોન જપ્ત કરવાનો આદેશ આપ્યો.