હરિયાણામાં અંત્યોદય મહાસંમેલન યોજાયું

0
179
હરિયાણામાં અંત્યોદય મહાસંમેલન યોજાયું
હરિયાણામાં અંત્યોદય મહાસંમેલન યોજાયું

હરિયાણામાં અંત્યોદય મહાસંમેલન યોજાયું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહની વિશેષ ઉપસ્થિતિમાં કરનાલ ખાતે મહાસંમેલનમાં પાંચ મહત્વની યોજનાઓ શરુ કરવામાં આવી. કરનાલના સેક્ટર 4 માં યોજાયેલા અંત્યોદય મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પાંચ મહત્વની યોજનાઓ શરુ કરાવી છે. હરિયાણા સરકારના નવ વર્ષના વિકાસ પર બનેલી ફિલ્મ સંમેલનમાં દર્શાવવામાં આવી ત્યાર બાદ ગૃહ પ્રધાન અમિત શાહે જે પાંચ યોજનાઓ શરુ કરાવી તેમાં મુખ્ય પ્રધાન યાત્રા યોજના , હરિયાણા આવક વૃદ્ધિ બોર્ડ યોજના, આયુષ્યમાન ભારત ચિરાયું યોજનામાં 14 લાખ પરિવારોને જોડવાની યોજના , અંત્યોદય દૂધ ઉત્પાદક સહકારી પ્રોત્સાહન યોજના અને હરિયાણા અંત્યોદય પરિવહન યોજના શરુ કરાવી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે જણાવ્યું કે ભાજપ સરકારે હરિયાણાને એક હરિયાણવી બનાવવાની દિશામાં કામ કર્યું છે. તેમને કહ્યું કે હરિયાણા મારો પરિવાર છે. હું મારા પરિવારની સેવા કરું છું. હરિયાણાના સીએમ મનોહર લાલે કહ્યું કે અમારી સરકાર ગુનાખોરી , ભ્રષ્ઠાચાર , અને જાતિ આધારિત રાજકારણનો અંત લાવવામાં આવશે. અમે સરકારમાં નોકરીમાં પારદર્શિતા લાવવાનું કામ કર્યું છે.

હરિયાણામાં ભાજપ સરકારે કરેલા આયોજનમાં સીએમ મનોહર લાલે જણાવ્યું કે અમારી સરકારે બિનજરૂરી ખર્ચ પર લગામ મૂકી છે . તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે અમારી સરકારે વિશેષ કામ કર્યું છે અને છેવાડાના નાગરિક સુધી આ યોજનાઓનો લાભ પહોંચ્યો છે.

ગરીબોના સન્માન માટે સરકારે અંત્યોદય મહાસંમેલન બોલાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિચારસરણી અને સંગઠનમાં તેમની રણનીતિ હમેશા પક્ષ માટે પ્રેરણાદાયી છે. તેમને અને વડાપ્રધાને સાથે રહીને ઐતિહાસિક નિર્ણયો લીધા છે . જેમાં કલમ 370 અને 35A નાબુદ કરવી મોટી સિદ્ધિ છે.

હરિયાણામાં યોજાયેલા અંત્યોદય મહાસંમેલનમા સીએમ મનોહર લાલે વિપક્ષ પર નિશાન તાકતા કહ્યું કે પહેલાની સરકારોએ જનતાને નિરાશ કરી હતી. અને વચેટીયાઓ સાથે કામ કરીને જનતાના પૈસાને કેવી રીતે પોતાના ઘરભેગા કરાય તે જોવાતું પણ ભાજપની સરકારે આ સિસ્ટમને બદલી નાખી છે. એટલેજ વિપક્ષો અવર નવાર નિવેદન આપી રહ્યા છે કે જો હરિયાણામાં અમારી સરકાર આવશે તો વિવિધ જ્ઞાતિમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવીશું. વિપક્ષો આ જાતિવાદની રાજનીતિ કરીને આપણી લોકશાહી પર અવિશ્વાસ ઉભો કરી રહ્યા છે. અમારી સરકાર હમેશા હરિયાણાના વિકાસને પ્રાધાન્ય આપી રહ્યા છે.