હેલોવીન : લોકો કેમ પહેરે છે ડરામણા માસ્ક

0
335
હેલોવીન : લોકો કેમ પહેરે છે ડરામણા માસ્ક
હેલોવીન : લોકો કેમ પહેરે છે ડરામણા માસ્ક

હેલોવીન એટલે શું ? લોકો કેમ પહેરે છે ડરામણા માસ્ક ? મોટાભાગના લોકોને એ ખ્યાલ નથી હેલોવીન શું છે . આજે આ વાત એટલા માટે કરવી જોઈએ કારણકે દુનિયાના મોટા ભાગના દેશોમાં 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. હેલોવીનની શરૂઆત કેમ થઇ અને કયા કારણોથી આ પ્રકારે વિચિત્ર ડરામણા માસ્ક પહેરવામાં આવે છે. તેના અનેક કારણો અલગ અલગ દેશોમાં માન્યતાઓ છે.ચાલો જાણીએ હેલોવીન શું છે. તેની ઉજવણી માટે લોકો અગાઉથી જ વિવિધ પાર્ટીઓનું આયોજન કરે છે . અને આ પાર્ટીઓમાં લોકો ડરામણા ચહેરાના મેકઅપ કરીને અથવા માસ્ક પહેરીને પહોંચે છે. ઉજવણી કરતા લોકોની માન્યતા છે કે આ આત્માઓનો દિવસ છે. એટલેકે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂર્વજોની આત્માઓને શાંતિ મળે છે . આ દિવસે પહેરવામાં આવતા કપડાને હેલોવીન કોસ્યુંમ કહેવામાં આવે છે. કહેવાય છે કે હેલોવીન ફેસ્ટીવલ ઉજવવાની શરૂઆત આયર્લેન્ડ અને સ્કોટલેન્ડથી થઇ હતી. તેનો ક્રેઝ ધીરે ધીરે અન્ય દેશોમાં પણ વધવા લાગ્યો. કેટલાક દેશોના લોકોની માન્યતા પ્રમાણે દુષ્ટ આત્માઓ ભગાડવાનો દિવસ છે.

હેવોલીન દિવસ ઉજવતા લોકોની માન્યતા પ્રમાણે કેટલાક દેશોમાં ખેતરમાં પાક તૈયાર થઇ ગયો હોય અને કાપણીની સીઝન દરમિયાન ખેડૂતો એવું માનતા હતા કે દુષ્ઠ આત્માઓ પૃથ્વી પર આવી શકે છે . અને તેમના પાકને નુકશાન પહોંચાડી શકે છે. તે તેજ કારણે લોકો આ પ્રકારે બિહામણા કપડા પહેરીને ઉજવણી કરતા અને પોતાના પાકને બચાવતા . ભારતમાં આ પ્રકારની ઉજવણી ક્યાય કરવામાં આવતી નથી અને અહીના લોકોની ધાર્મિક માન્યતાઓ અને વિચારો જુદા છે . પણ વિદેશમાં મોટા ભાગના દેશોમાં ધામધૂમ પૂર્વક લોકો ઉજવણી કરે છે. આપને જણાવી દઈએ કે આ ખ્રિસ્તી સમુદાય ખાસ કરીને આ દિવસની ઉજવણી કરે છે. પશ્ચિમી દેશોમાં ખ્રિસ્તી તહેવાર ઓલ હેલોઝ ડે ની પૂર્વ સંધ્યાએ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હવે દરેક ધર્મના લોકો પણ આ ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે.

હેલોવીન અલગ અલગ દેશોમાં જુદા જુદા નામ સાથે ઓળખાય છે . જેમકે ઓલ હેલોઝ ઇવનિંગ , ઓલ હેલોવીન, ઓલ હેલોઝ ઈવ અને ઓલ સેન્ટ્સ ઈવ પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે જાય છે. અને કેન્ડી ગીફ્ટ કરે છે. આ ઉપરાંત કોળામાં આંખ , કાન, મો બનાવીને તેની અંદર મીણબત્તી સળગાવે છે.

હેવોલીન દિવસની ઉજવણીની શરૂઆત મધ્યયુગમાં કરવામાં આવી હોય તેવી લોકવાયકાઓ છે. અને બ્રિટન સહિતના આસપાસના દેશોમાં તેની શરૂઆત થઇ હોય તેવું અહીના નાગરિકો પણ કહી રહ્યા છે.

હેવોલીન ઉજવતા લોકો થીમ આધારિત પાર્ટીઓ , હોરર ફિલ્મનું સ્ક્રીનીંગ અને ડરામણી રમતો રમીને આનંદ કરે છે. આ ઉજવણી માટે કેટલાક પરિવારો પોતાના ઘરને ભૂતિયા મહેલમાં પણ ફેરવી નાખે છે.